Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ડાંગ જિલ્લાના પૂર અસરગ્રસ્તોની મદદે આવ્યું  Rainbow warrior’s dharampur તથા શિક્ષક ગ્રુપ

ધરમપુર.ડાંગ જિલ્લાની ખાપરી નદી તથા અંબિકા નદીમાં આવેલ પૂર પ્રકોપના કારણે ખાપરી નદી કિનારે વસેલું ચિકટીયા ગામ તથા અંબિકા નદી કિનારે વસેલા બાજ ગામમાં નદી કિનારે વસેલા ઘરોમાં પુરના પાણી ફરી વળતા માલ સામાન તથા ઘરવખરીની ચીજવસ્તુઓને ભારે નુક્સાન થવાના સોશ્યલ મીડિયામાં પ્રકાશિત થયેલ વિડિયો જોઈ ધરમપુર તાલુકાનું rainbow warrior’s dharampur ગ્રુપ તથા શિક્ષક ગ્રુપ … Read more

લદ્દાખમાં યોજાયેલી વિશ્વની સૌથી ઊંચાઈ પરની મેરેથોનમાં સિલવાસા રનર્સ ગ્રુપના ચાર દોડવીરોએ ગૌરવ મેળવ્યું

લદ્દાખ ખાતે સમુદ્ર સપાટીથી 11,155 ફૂટની ઊંચાઈએ 14 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની લદ્દાખ મેરેથોનમાં દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવના સિલવાસા રનર્સ ગ્રુપના ચાર દોડવીરોએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રદેશનું નામ રોશન કર્યું હતું. આ મેરેથોનમાં ડૉ. ગીતા ગામિતે 42.195 કિમીની ફુલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. જ્યારે શ્રીવાણી મુદલિગીરી, … Read more

નાનાપોંઢા તાલુકો જાહેર થતા 49 ગામોને સમાવી લેવાયા 

વાપીના 13,પારડીના 7 તેમજ કપરાડાના 29 ગામો મળી ને 49 ગામો જોડી ને નાનાપોંઢા નવી તાલુકો જાહેર 

વાપી મહાનગર પાલિકા માં વાપી તાલુકામાં આવતા કુલ 11 ગામો મહાનગર પાલિકામાં વિલીનીકરણ થતા બાકી બચેલા 13 ગામો ને હવે નાનાપોંઢા તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.સાથે પારડીના કુલ 7 ગામો ને તેમજ કપરાડા તાલુકાના 29 ગામો ને સમાવેશ કરી ને એક નવો તાલુકાઓ અસ્તિત્વ માં આવતા વલસાડ જિલ્લામાં હવે કુલ 7 તાલુકા બનવા પામ્યા છે 

નાનાપોંઢા તાલુકો થયા ની જાહેરાત થતા સ્થાનિક અગ્રણીઓ એ બિરસા મુંડા સર્કલ ઉપર એકત્ર થઈ ફટાકડા ફોડી ને આભાર વ્યક્ત કર્યો હતો સરકાર નો જ્યારે બીજી તરફ મોટાપોંઢા ના કેટલાક અગ્રણીઓ એ અંગે બાબત થી નારાજગી વ્યક્ત કરી હતી.સાથે સાથે બે દિવસ પેહલા પારડી ના 9 ગામના સરપંચ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપી ને નાનાપોંઢા માં જોડાવામાં ન આવે એવી પણ માંગ કરી છે.

ત્યારે પારડી તાલુકાના ગામોમાં આ વિરોધ હજુ ઉગ્ર બને એવી શકયતા છે.વળી તાલુકો જાહેર કરવા પેહલા દરેક ગામના લોકો સાથે એક ગ્રામસભા યોજી ને તેમને આગોતરી જાણકારી આપવાની રહે છે પરંતુ સમગ્ર કિસ્સા માં આવી કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ ન હોવાનું મોટાપોંઢા ના અગ્રણી ગિરીશ પટેલે જણાવ્યું હતું જે કાયદાકીય રીતે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું 

મોટાપોંઢા માં 350 એકર જેટલી સરકારી જગ્યા આવેલી છે અહીં તાજેતર માં સર્વે પણ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં નાનાપોંઢા ને જાહેરાત થતા સ્થાનિકો માં ભારોભાર નારાજગી હોવાની માહિતી મળી રહી છે.

Read more

વલસાડ જિલ્લામાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકણ માટે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝન ખાતે તા. ૨૯.૦૯.૨૦૨૫ ના રોજ ૧૨.૦૦ કલાકે “ડાક અદાલત” નું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતી અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. “ટપાલ સેવા” સંબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ … Read more

ઇનચાર્જ જિલ્લા કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સૌજન્ય (માહિતી વિભાગ વલસાડ) ઇનચાર્જ જિલ્લા કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન- વ – ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં આજરોજ યોજાઇ હતી.સંકલન બેઠક- ભાગ- ૧ માં પદાધિકારીઓ દ્વારા મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તે બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી … Read more

વાપીના કેરેટલેન (અ ટાટા પ્રોડક્ટ) નવા કલેક્શન લોંચ કરાયું 

સિગ્નેચર કલેક્શનના દાગીના નું વાપી-વલસાડ ના ૨૧ વુમન એન્ટરપ્રેન્યોર દ્વારા લોંચ  વાપીના કેરેટલેન (અ ટાટા પ્રોડક્ટ) દ્વારા તા. 21-09-2025 ના રોજ તેમના નવા કલેક્શન લોંચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સમગ્ર ભારતના સ્ટોર્સ માંથી ખાસ સિગ્નેચર કલેક્શનના દાગીના નું વાપી-વલસાડ ના ૨૧ વુમન એન્ટરપ્રેન્યોર દ્વારા લોંચ કરવામાં આવેલ હતું. નોંધનીય છે કે આ … Read more

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ

અરાજકતા વચ્ચે શાંતિ: કાદવમાં ખીલેલા કમળ જેવા બનો~ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર રણમાં પાણીની બોટલ ઝરણા કરતાં વધુ મૂલ્યવાન હોય છે. જ્યારે ચારે બાજુ શાંતિ હોય અને તમે શાંતિમાં હોવ, ત્યારે તેનો કોઈ ખાસ અર્થ હોતો નથી. પરંતુ જ્યારે તમારી આસપાસની દરેક વસ્તુ તૂટી રહી હોય અને તમે ત્યારે પણ જો તમારું સ્મિત જાળવી રાખો … Read more

“રાસમાં રંગ છે, તાળીમાં તાળ છે,નવદુર્ગા ગરબા ક્લાસમાં ગુજરાતનો ગૌરવ છે.”

સરીગામ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત નવદુર્ગા ગરબા ક્લાસિસ ગરબાની અનોખી તાલીમ આપી રહી છે. તાજેતરમાં જ ટ્રેડિશનલ ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો થી લઈને મોટા વયના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં જસ્ટ તરીકે વાપી થી ગરબા માસ્ટર જીગુ પટેલ, નોસિતા પટેલ, જીગ્નેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થયા … Read more

અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી

આ વર્ષે શરદ રાત્રિ 2025 માં બે યાદગાર રાત્રિઓ ઉજવાશે – આરંભ અને અનંત અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૭ સપ્ટેમ્બર: લાંબા સમયથી રાહ જોવાતી આ શરદ રાત્રિ, અમદાવાદની નવરાત્રિમાં એક અનોખી, માત્ર આમંત્રણથી યોજાતી ગરબા ઉજવણી છે. પરંપરાગત ગરબા સાથે સૌંદર્ય, ભક્તિ અને વૈભવનો અનુભવ કરાવવાનું આ ત્રીજું વર્ષ છે. બે ખાસ રાત્રિઓ આરંભ – નવરાત્રિની … Read more

ધરમપુર ચોકડી ૧૦૮ની ટીમે અકસ્માતમાં ઘાયલ યુવકને બચાવી, રોકડ અને કિંમતી સામાન પરત કરી માનવતા મહેકાવી

વલસાડ નજીક નેશનલ હાઇવે ૪૮ પર બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકની વ્હારે ધરમપુર ચોકડીની ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ આવી હતી. ટીમે યુવકને તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યો હતો અને તેની પાસેથી મળેલ રોકડ, મોબાઈલ ફોન અને બાઈકની ચાવી જેવો કિંમતી સામાન પોલીસને સુપ્રત કરી પોતાની ફરજની સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. … Read more

error: Content is protected !!