ઇનચાર્જ જિલ્લા કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

On: September 22, 2025 10:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સૌજન્ય (માહિતી વિભાગ વલસાડ)


ઇનચાર્જ જિલ્લા કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન- વ – ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં આજરોજ યોજાઇ હતી.
સંકલન બેઠક- ભાગ- ૧ માં પદાધિકારીઓ દ્વારા મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તે બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ પટેલના ચોમાસુ દરમિયાન વલસાડ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં.- ૪૮, પારડી, ધરમપુર, વાપી અને કપરાડામાંથી પસાર થતા નેશનલ હાઇવે હસ્તકના રસ્તા પર જે ખાડાઓ પડી ગયા છે તે હાલમાં વરસાદનું જોર ધીમું પડેલ હોય આ રસ્તાઓનું રીપેરીંગ કામ કયારે પૂર્ણ કરવામાં આવશે તે બાબતના પ્રશ્નમાં સંબધિત અધિકારીઓ તરફથી હાલમાં આ રસ્તાઓને મેટલ વર્ક કરી ટ્રાફિકેબલ કરવામાં આવી રહ્યા છે અને વરસાદ બંધ થતાં આ રસ્તા પર ડામર પેચ વર્કની કામગીરી હાથ ધરી દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવશે.. વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલના લીલાપોર ચોકડી કોસ્ટલ હાઇવે અને સ્ટેટ હાઇવે જયાં મળે છે ત્યાં સ્ટેટ હાઇવે, કોસ્ટલ હાઇવે પર ચારેબાજુ ચોકડી પર અપ એન્ડ ડાઉન બમ્પર લગાવવા બાબતના પ્રશ્નમાં માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર ડિસ્કાર્ડેડ રોડ પર કુંડી ફાટકથી ઔરંગા નદી બ્રિજ સુધી રીસર્ફેસિંગની સરકારશ્રીમાંથી મંજૂરી મળેલ હોઇ, આ કામગીરીમાં ટ્રાફિકને નિયંત્રણ કરવાની કામગીરી કરવામાં આવશે. તેમના બીજા એક પ્રશ્ન વલસાડ – અતુલ રોડ અને વશિયર રોડ પર જંકશન પર સર્કલ બનાવવા બાબત અને આ સર્કલથી ડી માર્ટ થઇ વાંકી નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાકી ગટરનું આયોજન કરવા બાબતે સંબધિત અધિકારી તરફથી આ અંગે આ રોડની એક તરફ જંકશન ડેવલોપમેન્ટની જરૂરીયાત હોય, જે અંગેના સ્થળ, સ્થિતિ મુજબનો સર્વે કરી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ રોડ પર ડી- માર્ટથી વાંકી નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર બનાવવા માટે પણ જરૂરી સર્વે કરી દરખાસ્ત કરવામાં આવશે. વલસાડ આર. પી. એફ. બ્રીજથી વલસાડ શહેર સુધી હાલમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે વલસાડ અતુલ તરફથી તથા ધરમપુર ચોકડી તરફથી આવતા મોટા વાહનોને ડાર્યવર્ઝન આપવા માટેના ધારાસભ્ય ભરતભાઇના પ્રશ્નમાં સંબધિત અધિકારી તરફથી જણાવ્યા મુજબ સી. સી. રોડની કામગીરીના કારણે ઉપસ્થિત થતી ટ્રાફિક સમસ્યા બાબતે ભારે વાહનો ડાર્યવર્ટ કરવા તેમજ દિવસ દરમિયાન પ્રતિબંધ રાખવા માટેની મંજૂરી માટે કલેકટશ્રી પાસે મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું છે ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલના આદિવાસી વિકાસ વિભાગ હસ્તકની સરકારી હોસ્ટેલોમાં પ્રવેશ બાબતે થયેલ વિસંગતતાને દૂર કરવા માટેના પ્રશ્નમાં મદદનીશ કમિશ્નર દ્વારા સરકારી છાત્રાલયોમાં પ્રવેશ પ્રક્રિયા ઇ – વનબંધુ પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવી છે અને પ્રવેશની મેરીટ યાદી પ્રસિધ્ધ કરવાની કમિશ્નર, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગર હસ્તક છે. પ્રવેશની પ્રક્રિયા ચાલુ હોઇ, આ કામગીરી માટે બીજી મેરીટ યાદીમાં બાકી રહેલા વિદ્યાર્થીઓને સમાવી લેવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઇ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદારશ્રી કાર્તિક જીવાણી,અધિક કલેકટરશ્રી એમ. વી. ચુડાસમા, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી વિમલ પટેલ, આર. સી. પટેલ અને નીરવ પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલ, પંચાયતના કાર્યપાલક ઇજનેર તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!