
ભાજપ સંગઠન ગ્રામીણ કક્ષા એ વિવિધ સેલ માં પ્રમુખ સુધીની જવાબદારી નિભાવનારા હવે સરપંચમાં ઉભા રહેવા થનગની રહ્યા છે. સંગઠન માં કામગીરી બજાવ્યા બાદ ઉંચી પોષ્ટ ઉપર જવાને સ્થાને ગામના સરપંચ પદ ની ચૂંટણી માં લડવા એડિચોટી નું જોર લગાવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે સવાલ એ છે કે લોકો દરેક પદ પછી બઢતી મળતી હોય છે એટલે કે સરપંચ પછી તાલુકા સભ્ય પછી જિલ્લા સભ્ય એમ ઉચ્ચ કેટેગરી માં જતા હોય છે પરંતુ અહીં તો તાલુકા લેવલ સુધી પોહચી ગયેલા લોકો પાછા ડીકેટેગરાઇઝ થઇ નીચલા સ્તરે ચૂંટણી લડવાના સપના જોઈ રહ્યા છે સંઘઠન માં હોદ્દા ઉપર રહી ને મિટિંગ માટે નો આદેશ આવે તો જેના બોલાવવા થી ગણતરી ના 20 વ્યક્તિ ભેગા થતા નોહતા એવા લોકો હવે સરપંચ બની ને ગામની બાગદોડ પોતાના હાથ માં લેવાના સપના સેવી રહ્યા છે શું તેઓ ના ઘોડા દશેરા (chutni) માં દોડશે કે બેસી પડશે જેવી ચર્ચા ઓ એ જોર પકડ્યું છે કપરાડા ધરમપુર માં સરપંચની બેઠકો માટે પરિપત્ર જાહેર થયા બાદ કેટલીક બેઠકો મહિલા માટે અનામત થઇ છે જેમાં સરપંચો તેમની પત્નીઓ ને મેદાને ઉતારશે જયારે ગામના કરેલા વિકાસ ના કાર્યો અને તેમના દ્વારા વિક્સવવા માં આવેલ સબન્ધો જ તેમને ચૂંટણી માં આગળ લઇ જશે બાકી “ઘર આંગણે બાવળ વાવી ને કેરી ખાવા ના સપના જોનારા ને તો બાવળ ના કાંટા જ મળશે એવી ચર્ચા ઉઠી રહી છે






