Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

લદ્દાખમાં યોજાયેલી વિશ્વની સૌથી ઊંચાઈ પરની મેરેથોનમાં સિલવાસા રનર્સ ગ્રુપના ચાર દોડવીરોએ ગૌરવ મેળવ્યું

On: September 27, 2025 4:26 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

લદ્દાખ ખાતે સમુદ્ર સપાટીથી 11,155 ફૂટની ઊંચાઈએ 14 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની લદ્દાખ મેરેથોનમાં દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવના સિલવાસા રનર્સ ગ્રુપના ચાર દોડવીરોએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રદેશનું નામ રોશન કર્યું હતું.

આ મેરેથોનમાં ડૉ. ગીતા ગામિતે 42.195 કિમીની ફુલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. જ્યારે શ્રીવાણી મુદલિગીરી, રંજીત નારખેડે અને અનિતા નારખેડેએ 21.09 કિમીની હાફ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

લદ્દાખ હિમાલયની અતિ ઊંચાઈ અને ઓક્સિજનની અછતને કારણે દોડવીરો માટે આ મેરેથોન વિશાળ પડકારરૂપ સાબિત થાય છે. છતાંય સિલવાસાના દોડવીરોએ હિંમત અને ધૈર્ય બતાવીને પોતાની દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને પ્રદેશનું ગૌરવ વધાર્યું હતું.

ખાસ ઉલ્લેખનીય છે કે આ ટીમમાં બહુમતી મહિલા દોડવીરોની રહી હતી, જેમણે કઠિન પરિસ્થિતિઓમાં પોતાની હિંમત અને સંકલ્પશક્તિ દ્વારા સમાજમાં મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો.

સિલવાસા રનર્સ ગ્રુપ માટે આ સિદ્ધિ ગૌરવની વાત છે. આશા છે કે ગ્રુપના દોડવીરો ભવિષ્યમાં પણ આ જ રીતે સમાજને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે દોડવા પ્રેરણા આપતા રહેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!