વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર બાદ આરોગ્ય અને રોગચાળા અટકાયતી કામગીરી શરૂ

763 મેડિકલ અને પેરામેડિકલ ટીમો દ્વારા 19,80,976 વસ્તીનું સર્વેલન્સ વલસાડ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ તેમજ રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આરોગ્ય ટીમો સક્રિય થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 110 ગામ … Read more

કપરાડાના નારવડ ગામે વાહનનો પીછો કરતી આરટીઓની જીપ પલટી: ઇન્સ્પેક્ટર સહિત ત્રણને સામાન્ય ઇજાઓ, ઘટનાએ જગાવી ચર્ચા

કપરાડા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નારવડ ગામ નજીક બુધવારે આરટીઓ વિભાગની જીપને અકસ્માત નડતાં આરટીઓ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી હતી. સદનસીબે અકસ્માત ગંભીર સાબિત થયો નહોતો અને વાહનમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આરટીઓની ટીમ નિયમિત ચેકિંગ અને કાર્યવાહી … Read more

પુર ના પાણી માં અશરગ્રસ્ત થયેલા પરિવાર ઉધોગો સહીત લારી અને ગલ્લા ચલાવનાર ને પણ મળશે સહાય જુઓ કયા છે નિયમો

સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વેપારી, વાણિજ્ય અને સેવાકીય એકમો માટે રાજ્ય સરકારે માતબર આર્થિક સહાય તેમજ પુનઃવસન પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા.૧૫/૦૭/૨૦૨૬ના રોજ ઠરાવ ક્રમાંક IMD/WRT/e-file/9/2026/2425/CH થી આ મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જુલાઈ-૨૦૨૬ દરમિયાન ભારે અતિભારે વરસાદ અને પૂરના કારણે નુકશાની … Read more

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરગ્રસ્તોના પુનઃ સ્થાપન માટે યુદ્વના ધોરણે કામગીરી

રવિવારે સાંજ સુધી સર્વેની કામગીરી પુર્ણ કરી, તરત જ સહાયની ચુકવણી કરવામાં આવશે જિલ્લામાં કુલ ૧૦ જેટલા માનવ મૃત્યુ નોંધાયા,પુરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃ વીજ પુરવઠો સ્થાપન માટે ૧૮૧ ટીમોના ૬૧૫ કર્મીઓ દ્વારા યુદ્વના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમા ૧૦૨ પૈકી ૧૦૧ ફીડર, ૨૧૪ ગામો, ૫૨૮૨ ટ્રાન્સમીટર સેન્ટર અને ૨૨૪,૩૧૮ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો … Read more

સાકાર વાંચન કુટીર ખારવેલના વાચકો માટે વોટર કૂલરની ભેટ

સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ વાપીના સહયોગથી સાકાર વાંચન કુટીર ખારવેલ મુકામે રેઈન્બો વોરિયર્સ ધરમપુર તથા ગ્રામ પંચાયત ખારવેલ આયોજિત વૉટર કૂલર ભેટ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ પટેલ, બી. આર. ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલના મેનેજર પુખરાજ ધ્યાવાલા, શીતળ છાંયડો લાઇબ્રેરી નગારિયાના સ્થાપક જયંતીભાઈ પટેલ, Rainbow warriors Dharampur ગ્રુપના કો ઓર્ડીનેટર શંકરભાઈ … Read more

વાપીમાં ‘અર્થમંથન’માં અર્થશાસ્ત્ર અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ

MD Realtyની બિઝનેસ મીટમાં RERA કાયદો, રોકાણ, બિઝનેસ ગ્રોથ અને નાણાકીય સ્વતંત્રતા અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને નિષ્ણાતોનું માર્ગદર્શન વાપી. ટુકવાડા અવધ ખાતે MD Realtyના ઉપક્રમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે વિશેષ બિઝનેસ મીટ ‘અર્થમંથન’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મેરીગોલ્ડ હોલ, અવધ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં RERA કાયદો, બિઝનેસ ગ્રોથ, બિઝનેસ મોનેટાઇઝેશન અને કેપિટલ સ્ટ્રક્ચરિંગ જેવા … Read more

શ્રીમતી કે.આર. દેસાઈ કોલેજ ઓફ પી.ટી.સી. ખાતે અષાઢી બીજ અને જગન્નાથ યાત્રાની ભવ્ય ઉજવણી

શ્રીમતી કે.આર. દેસાઈ કોલેજ ઓફ પી.ટી.સી. ખાતે અષાઢી બીજ અને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભજન, નૃત્ય અને નાટકની સુંદર રજૂઆત કરીને સૌનું મન મોહી લીધું હતું.આ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની આકર્ષક ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પી.ટી.સી. કોલેજના આચાર્ય સરોજબેન પટેલના માર્ગદર્શન … Read more

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ – 2026 ની ઉજવણી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) દ્વારા તા. 20 જુલાઈ, 2026 ના રોજ સવારે 11 કલાકે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ – 2026 ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ સામાન્ય નાગરિકોમાં ચંદ્ર, અવકાશ વિજ્ઞાન અને અંતરિક્ષ સંશોધન પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને રસને પ્રોત્સાહિત કરવાનો … Read more

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

નવસારી (ગુજરાત) [ભારત], 16 જુલાઈ: Ajay’s Cafe એ નવસારીના ધોળાપીપળા ખાતે તેની રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 300 થી વધુ સહભાગીઓ અને પરિવારના સભ્યો એકત્રિત થયા હતા. આ આયોજન સાથે Ajay’s Cafe એ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાફે માત્ર ખાણી-પીણી પૂરતું સીમિત … Read more

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ડુંગર-જંગલ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓના જીવનમાં એક યાદગાર અને પ્રેરણાદાયી ક્ષણ સર્જાઈ છે. વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત પૂજ્ય મોટા હાઈસ્કૂલ (માની) દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં ૮૦ ટકા કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહનરૂપે સુરતથી જામનગર સુધી વિમાન (હવાઈ) મુસાફરી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ … Read more

error: Content is protected !!