Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર ચોકડી ૧૦૮ની ટીમે અકસ્માતમાં ઘાયલ યુવકને બચાવી, રોકડ અને કિંમતી સામાન પરત કરી માનવતા મહેકાવી

On: September 18, 2025 10:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ નજીક નેશનલ હાઇવે ૪૮ પર બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકની વ્હારે ધરમપુર ચોકડીની ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ આવી હતી. ટીમે યુવકને તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યો હતો અને તેની પાસેથી મળેલ રોકડ, મોબાઈલ ફોન અને બાઈકની ચાવી જેવો કિંમતી સામાન પોલીસને સુપ્રત કરી પોતાની ફરજની સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બનાવની વિગત મુજબ, આજે બપોરે ૧:૩૦ વાગ્યાના અરસામાં ૧૦૮ કંટ્રોલ રૂમને નેશનલ હાઇવે નંબર ૪૮ પર નંદાવલા ગામ પાસે આવેલી પરિવાર હોટેલ નજીક માર્ગ અકસ્માતનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ધરમપુર ચોકડી ૧૦૮ની ટીમના EMT મિમાંશા પટેલ તથા પાયલટ યાજ્ઞિક પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થયા હતા.

સ્થળ પર પહોંચીને જોયું તો ૨૮ વર્ષીય યુવક રાજેશભાઈ પોતાની બાઈક પરથી પડી જવાને કારણે લોહીલુહાણ અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ૧૦૮ની ટીમે સમય ગુમાવ્યા વગર રાજેશભાઈને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં જ આપી અને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

સારવાર દરમિયાન, ટીમને ઇજાગ્રસ્ત યુવક પાસેથી તેનું પાકીટ, એક મોબાઈલ ફોન તથા પલ્સર બાઈકની ચાવી મળી આવી હતી. પાકીટ તપાસતા તેમાંથી રોકડા ₹૧૫૯૫ મળી આવ્યા હતા. કોઈપણ જાતની લાલચ રાખ્યા વિના, ૧૦૮ની ટીમે આ તમામ મત્તા સિવિલ હોસ્પિટલમાં હાજર પોલીસ સ્ટાફને સોંપી દીધી હતી. આમ, ધરમપુર ચોકડી ૧૦૮ની ટીમે ફરી એકવાર માનવતાને દીપાવી સમાજમાં પ્રેરણાદાયક દાખલો બેસાડ્યો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!