“રાસમાં રંગ છે, તાળીમાં તાળ છે,નવદુર્ગા ગરબા ક્લાસમાં ગુજરાતનો ગૌરવ છે.”

On: September 21, 2025 8:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સરીગામ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત નવદુર્ગા ગરબા ક્લાસિસ ગરબાની અનોખી તાલીમ આપી રહી છે. તાજેતરમાં જ ટ્રેડિશનલ ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં નાના બાળકો થી લઈને મોટા વયના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કોમ્પિટિશનમાં જસ્ટ તરીકે વાપી થી ગરબા માસ્ટર જીગુ પટેલ, નોસિતા પટેલ, જીગ્નેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થયા હતા,

નેહા દરજી તેમજ જાનવી દરજીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા આ ક્લાસ દ્વારા સરીગામ અને ભીલાડ વિસ્તારમાં એક અલગ જ ઓળખ ઉભી થઈ છે. નાનાથી મોટાઓ સુધીના શીખનારાઓને સાચી ગરબા તાલીમ આપીને નવદુર્ગા ગરબા ક્લાસિસએ મોટી સફળતા મેળવી છે.

ગરબા તાલીમમાં 2 તાળી, 3 તાળી, ધોડીયા, હિંચ, ઘુમ્મર, બેરલ જમ્પ, ટીટોડા અને ડાકલા જેવા પરંપરાગત તથા આધુનિક સ્ટેપ્સ શીખવવામાં આવે છે.

ટેડીશનલ ગરબા ક્લાસ માં વિજેતા બનેલા ખેલૈયાઓને ટોફી તેમજ નગર પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા


ગરબા પ્રેમીઓ માટે નવદુર્ગા ગરબા ક્લાસિસ સરીગામ — એ બન્યું છે એક શ્રેષ્ઠ કેન્દ્ર.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!