તિથલ બીચ પર ગુંજ્યો ‘ભારત માતા કી જય’નો જયઘોષ

On: October 25, 2026 1:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
રાષ્ટ્ર સેવિકા સમિતિની 90 વર્ષની યાત્રાના અવસરે વલસાડ અને નવસારી જિલ્લાની 220થી વધુ સેવિકાઓનો શાખા સંગમ યોજાયો

રાષ્ટ્ર સેવિકા સમિતિની 90 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાના ઉપલક્ષ્યમાં નવસારી વિભાગના વલસાડ અને નવસારી જિલ્લાના શાખા સંગમનું ભવ્ય આયોજન તિથલ બીચ ખાતે કરવામાં આવ્યું હતું. દરિયાકિનારે લહેરાતા ભગવાધ્વજ અને ‘ભારત માતા કી જય’ના જયઘોષ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં બંને જિલ્લાની 220થી વધુ સેવિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિનાં માનનીય પ્રાંત સંચાલિકા સુવર્ણાબેન પીંપુટકરે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સમિતિની 90 વર્ષની આ યાત્રા આપણા સૌ માટે ગૌરવની વાત છે. દરેક સેવિકાએ પોતાની અનુકૂળતા અને સમાજની આવશ્યકતા અનુસાર સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાની સાથે રાષ્ટ્રકાર્યમાં યોગદાન આપવું જોઈએ.

પ્રકૃતિના સાનિધ્યમાં દરિયાકિનારે આયોજિત આ શાખા સંગમથી સેવિકાઓમાં નવી ઊર્જા, સંગઠનભાવ અને રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ સંચારિત થયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સેવિકાઓ વચ્ચે પરસ્પર સંવાદ, સંગઠન અને રાષ્ટ્રકાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાનો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના વર્ષ 1936માં વિજયાદશમીના પાવન દિવસે વંદનીય લક્ષ્મીબાઈ કેળકર, જેમને સૌ ‘મૌસીજી’ તરીકે ઓળખે છે, તેમના દ્વારા કરવામાં આવી હતી. મહિલા શક્તિનું જાગરણ, વ્યક્તિત્વ નિર્માણ, સેવા, સંસ્કાર અને નેતૃત્વના આદર્શોને કેન્દ્રમાં રાખીને સમિતિ છેલ્લા નવ દાયકાથી કાર્યરત છે.

સમિતિની 90 વર્ષની યાત્રાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાત પ્રાંતના વિવિધ વિભાગોમાં એક જ દિવસે શાખા સંગમના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તિથલ બીચ ખાતે યોજાયેલ આ સંગમ વલસાડ અને નવસારી જિલ્લાની સેવિકાઓ માટે સંગઠનશક્તિ અને રાષ્ટ્રસમર્પણની ભાવનાને વધુ દૃઢ બનાવતો પ્રસંગ બન્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!