ભીલાડ વાણિજ્ય વેરા ચેકપોસ્ટ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા ટેમ્પોમાંથી રૂપિયા 37.59 લાખના કોપર સ્ક્રેપની ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને વલસાડ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યા હતા.
પારડી બગવાડા ટોલનાકા પાસેથી જીએસટી મોબાઈલ સ્કોડ દ્વારા તારીખ 22/6/2021 ના રોજ કોપર સ્ક્રેપ ભરેલો એક આઇસર ટેમ્પો નંબર જીજે-04 એટી- 8198 ડીટેઇન કરી ભીલાડ વાણિજ્ય વેરા ચેકપોસ્ટના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. આ ટેમ્પોમાં 6,500 કિલ્લો સ્ક્રેપનો જથ્થો હતો. આ ટેમ્પોમાંથી થોડા થોડા કરીને કોઈ ચોર કોપર સ્ક્રેપ કુલ 5775 કિલો કિંમત રૂપિયા 37,59,525 નો … Read more




