જી આર ડી જવાનોની હોળીનો તહેવાર બગડયો ,છેલ્લા બે માસ થી જી આર ડી જવાનો પગાર થી વંચિત 

On: March 14, 2023 6:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર અને કપરાડા વિસ્તારમાં હોળીનો તહેવારનું ખૂબ મહત્વ હોય છે પરિવારના મોભી ઘરની બહાર ગામ મજૂરીએ ગયા હોય તો પણ તેઓ ઘરે પરત થઈ હોળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે છે પરંતુ આ વખતે કપરાડા અને ધરમપુરમાં ફરજ બજાવતા જી આર ડી જવાનોના જાન્યુઆરી અને ફેબ્રુઆરી આમ બે માસના પગાર હજુ થયો નથી જેના કારણે હોળીનો તહેવાર પણ બગડયો હતો વળી હજુ પગારના કોઇ ઠેકાણા નથી ત્યારે ગ્રામ્ય રક્ષક દલમાં  જવાનો પોલીસ વિભાગને મદદરૂપ થતા હોય છે દિવસ દરમ્યાન આકરા તડકામાં ટ્રાફિક માટે ઉભા રહેવાની ડ્યુટી હોય કે કોઈ વી વી આઈ પી આવે ત્યારે રોડ ઉપર ફરજ બજાવવાની ડ્યુટી હોય તમામ ડ્યુટીઓ તેઓ ખંત પૂર્વક કરતા હોય છે ત્યારે તેઓને પગાર ન મળતા પોતાના ઘરના નાણાં નાખીને પણ બે મહિના ના વગર પગારે તેઓ ફરજ બજાવી રહ્યા છે 

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ નોકરી એટલે જ કરતો હોય છે કે તેને મહિનો પૂરો થતાં તેઓનું વળતર સમયસર મળી રહે જેથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે પરંતુ અહીં તો છેલ્લા બે માસ થી વેતન બાકી હોય જી આર ડી જવાનોની હાલત કફોડી બની છે તહેવાર સમયે પણ પગાર ન મળતા પરિજનો પણ આવી નોકરીઓ છોડી દેવા માટેના ટોણા મારતા જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા જી આર ડી ના વેતન સમય સર મળે એવી ઉગ્ર માંગ ઉઠી રહી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!