જાગીરી ભવાડા ની મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપ્યો

On: March 18, 2023 6:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
108 એમ્બ્યુલન્સ માં માતા બાળકને જન્મ આપ્યા બાદ ની તસ્વીર
108 બની નવજાત બાળક અને માતા માટે સંજીવની સમાન 

જાગીરી ભવાડા ગામની મહિલાને આકસ્મિક દુખાવો ઉપડતા 108  એમ્બ્યુલન્સમાંને જાણ કરવામાં આવતા તેને હોસ્પિટલ લઈ જતા માર્ગ માજ મહિલાને પ્રસુતિ થઈ હતી જેણે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો જોકે સમય સુચકતા  દાખવીને એમ્બ્યુલન્સના  ઈ એમ ટી – દીપેંદર પટેલ પાઇલોટ – પ્રકાશ ગવળી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. અત્યારે માતા અને તાજા જન્મેલા બાળકની બંને સ્થિતિ સુરક્ષિત છે. 

કપરાડા લોકેશન 3 ની108 ઈમરન્સી એમ્બ્યુલન્સના પાયલોટ પ્રકાશ ગવળી તેઓની ફરજ દરમિયાન સુથારપાડાનાં એક કેસને રીફર કરવા  માટેનો કોલ આવ્યો હતો. ત્યારે તે ભવાડા જાગીરીનાં  108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દી પ્રેમિલાબેન અંકિતભાઈ શનકરાને લઇ જતા હતા. તે વેળાએ માતા દર્દી પ્રેમિલાબેન ને અચાનક જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં દુખાવો ઉપડ્યો હતો એ દરમિયાન રસ્તામાં પ્રસુતિનો દુખાવો ઉપડતા પાયલોટ પ્રકાશ ગૌલી એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડમાં ઉભી રાખી ને મહિલા દર્દી ની એમ્બ્યુલન્સમાં ઈ એમ ટી દિપેન્દ્ર પટેલે નોર્મલ રીતે  ડીલીવરી કરાવી હતી.

. જેથી 108 એમ્બ્યુલન્સના EMT  દીપેંદર પટેલ દ્વારા તે મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સમાં કરાઈ હતી.

ત્યારબાદ મહિલા દર્દી અને તેઓના તાજા જન્મેલા બાળકને વલસાડ સિવિલ  હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા હતા. માતા અને બાળક બંને સુરક્ષિત છે આમ 108 એમ્બ્યુલન્સ નવજાત બાળક અને માતા માટે સંજીવની સમાન બની હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!