તિથલ દરિયામાથી દુર્લભ એવી ગણેશજીની પ્રતિમા મળી આવતા લોકટોળા ઉમટયા

On: March 21, 2023 4:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના જાણીતા તિથલ દરિયા કિનારે ગઈકાલે મોડી સાંજે દરિયા કિનારે વોક કરવા નીકળેલા એક વ્યક્તિને ગણેશજીની એક દુર્લભ પ્રતિમા દરિયાના પાણીમાં દેખાઈ આવતા તેમણે સ્થાનિકોને જાણ કરી હતી જે બાદ લોકો એકત્ર થયા હતા અને આ પ્રતિમાને બહાર કાઢ્યા બાદ તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે 50 કિલો કરતાં વધુ વજન ધરાવતી આ પ્રતિમા દરિયાના પાણીમાં જાણે સ્વયંભૂ તણાઈ આવી હોય તેવું જણાવ્યું હતું અને આ પ્રતિમાને લઈને અનેક કુતુહલ સર્જાયા છે

વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે મોડી સાંજે મનોજભાઈ નામના એક વ્યક્તિ દરિયા કિનારે ચાલવા નીકળ્યા હતા ત્યારે દરિયાના પાણીમાં કંઈક દેખાઈ આવતા તેમણે વધુ નજર દોડાવી જેને લઈને તેમને વિઘ્નહર્તાની એક દુર્લભ પ્રતિમા જોવા મળી હતી. લાલ રંગના પથ્થરમાં બનાવેલી અતિ પ્રાચીન અને દુર્લભ પ્રતિમા દેખાતા તેમણે સ્થાનિકોને તાત્કાલિક જાણ કરી હતી એ બાદ સ્થાનિક યુવકો સ્થળ પર આવ્યા હતા અને આ પ્રતિમા ને મહા મહેનતે એ બહાર કાઢવામાં આવી હતી અંદાજિત 50 કિલો નું વજન ધરાવતી આ પ્રતિમા અતિ દુર્લભ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું

આ ઘટના અંગે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ પ્રતિમા તિથલમાં જ રાખવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે વિઘ્નહર્તા સામે ચાલીને તેમના ગામમાં પધાર્યા છે તેને લઈને લોકોમાં હાલ તો આસ્થા નું કારણ વધ્યું છે સાથે જ આ સમગ્ર ઘટના અંગે પુરાતત્વ વિભાગને પણ જાણ આપવામાં આવી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!