શ્રીમતી કે.આર. દેસાઈ કોલેજ ઓફ પી.ટી.સી. ખાતે અષાઢી બીજ અને જગન્નાથ યાત્રાની ભવ્ય ઉજવણી

On: July 18, 2026 9:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શ્રીમતી કે.આર. દેસાઈ કોલેજ ઓફ પી.ટી.સી. ખાતે અષાઢી બીજ અને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભજન, નૃત્ય અને નાટકની સુંદર રજૂઆત કરીને સૌનું મન મોહી લીધું હતું.
આ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની આકર્ષક ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પી.ટી.સી. કોલેજના આચાર્ય સરોજબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અને અધ્યાપકો કુંજલબેન ટંડેલ અને દીપ પટેલ એ સંચાલકની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી, જેમાં સંસ્થાના સર્વ આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો.આ કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોનું સુંદર સંવર્ધન થયું હતું. આમ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસડાયરેકટર ડૉ. મિત્તલ શાહએ અભિનંદન પાઠવ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!