વલસાડ જિલ્લા- દમણ -દાદરા-નગરહવેલી કેટરિંગ એસોસિએશનની AGM યોજાઈ હતી અને નવી ટીમની રચના કરવા માં આવેલ હતી.

On: September 7, 2026 4:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા- દમણ -દાદરા-નગરહવેલી કેટરિંગ એસોસિએશનની AGM યોજાઈ હતી અને નવી ટીમની રચના કરવા માં આવેલ હતી.

વલસાડ જિલ્લા-દમણ-દાદરા-નગરહવેલી કેટરિંગ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક આજે યોજાઈ હતી, જેમાં જિલ્લાના કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં કેટરિંગ ક્ષેત્રમાં એકતા, પરસ્પર સહકાર, વ્યવસાયિક શિસ્ત, સ્વચ્છતા, ગુણવત્તા અને સભ્યોના હિત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેટરિંગ ક્ષેત્રને વધુ સંગઠિત અને વ્યવસ્થિત બનાવવા માટે વર્ષ ૨૦૨૬–૨૦૨૮ માટે નવી ટીમની રચના કરવામાં આવી તેમજ એસોસિએશન દ્વારા કેટરિંગ વ્યવસાય માટે જરૂરી નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી.

નવી ટીમ : ૨૦૨૬–૨૦૨૮

પ્રમુખ: મનીષભાઈ શાહ – રંગોલી કેટરર્સ, વાપી
ઉપપ્રમુખ: હેમલભાઈ શાહ – મધુર કેટરર્સ, વલસાડ
મંત્રી: સુનીલભાઈ લાલન – અમી કેટરર્સ, વાપી
સહ મંત્રી: મનીષભાઈ શાહ – અંજન કેટરર્સ, સેલવાસ
ખજાનચી: વિનોદભાઈ શર્મા – શર્મા કેટરર્સ, વાપી
સહ ખજાનચી: યજ્ઞેશભાઈ બારોટ – અક્ષત કેટરર્સ, વલસાડ

કારોબારી સમિતિ:-

ભાષિન દેસાઈ – સત્યમ કેટરર્સ, વલસાડ
મંગલભાઈ ભાનુશાલી – જય કેટરર્સ, વલસાડ
લક્ષ્મણભાઈ માલી – અંજલિ કેટરર્સ, વલસાડ
પુનિતભાઈ કોટક – કૃષ્ણા કેટરર્સ, વાપી
સોનુભાઈ – મનીષ કેટરર્સ, વાપી
હર્ષલભાઈ દરજી – જય જલારામ કેટરર્સ,વાપી

સલાહકાર સમિતિ:-

રીતેનભાઈ શાહ – રંગોલી કેટરર્સ, વાપી
શરદભાઈ દોશી – ઋષભ કેટરર્સ, વાપી
વસંતભાઈ ભાનુશાલી- જય કેટરર્સ,વલસાડ

બેઠકમાં મહત્વપૂર્ણ નિયમો અને નિર્ણયો

બેઠકમાં કેટરિંગ વ્યવસાયમાં ગુણવત્તા અને વ્યવસાયિક ધોરણો જળવાઈ રહે તે માટે નીચેના મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા:

  • તમામ કેટરર્સે એકતા અને ભાઈચારાની ભાવના સાથે સાથે મળીને કામ કરવું.
  • એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવેલા પ્લેટના બેઝ પ્રાઇસનું પાલન કરવું અને બિનજરૂરી ભાવની સ્પર્ધા ટાળવી.
  • દરેક કેટરરે પોતાના વ્યવસાય માટે જરૂરી તમામ સરકારી લાઇસન્સ અને મંજૂરીઓ ફરજિયાતપણે મેળવવી અને તેનું સમયસર નવીનીકરણ કરાવવું.
  • લાગુ પડતા નિયમો મુજબ દરેક કેટરરે GST નંબર ફરજિયાત રીતે મેળવવો અને વ્યવસાયમાં જરૂરી GST નિયમોનું પાલન કરવું.
  • ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ગુણવત્તાને પ્રાથમિકતા આપતા કેટરિંગમાં ભોજન બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળું અને યોગ્ય કાચું માલ (Raw Material) જ ઉપયોગમાં લેવું.
  • ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણોનું ખાસ ધ્યાન રાખવું.
  • કોઈપણ કેટરર દ્વારા અન્ય કેટરર કે તેના વ્યવસાય અંગે ખરાબ બોલવું, બદનામી કરવી કે ગ્રાહકો સમક્ષ નકારાત્મક વાતો કરવી નહીં.
  • કોઈપણ મતભેદ કે પ્રશ્નો હોય તો વ્યક્તિગત વિવાદ કરવાને બદલે એસોસિએશનના માધ્યમથી ચર્ચા કરીને ઉકેલ લાવવો.
  • એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલા તમામ નિયમોનું તમામ સભ્યો દ્વારા પાલન કરવું.

નવી ટીમે વલસાડ જિલ્લાના તમામ કેટરર્સને સાથે લઈને કેટરિંગ વ્યવસાયને વધુ વ્યવસ્થિત, પારદર્શક અને ગુણવત્તાસભર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

એસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ કેટરર્સ વચ્ચે એકતા જાળવીને ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાની સેવા આપવી અને વલસાડ જિલ્લાના કેટરિંગ વ્યવસાયની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈએ લઈ જવાનો રહેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!