
સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ વાપીના સહયોગથી સાકાર વાંચન કુટીર ખારવેલ મુકામે રેઈન્બો વોરિયર્સ ધરમપુર તથા ગ્રામ પંચાયત ખારવેલ આયોજિત વૉટર કૂલર ભેટ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ પટેલ, બી. આર. ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલના મેનેજર પુખરાજ ધ્યાવાલા, શીતળ છાંયડો લાઇબ્રેરી નગારિયાના સ્થાપક જયંતીભાઈ પટેલ, Rainbow warriors Dharampur ગ્રુપના કો ઓર્ડીનેટર શંકરભાઈ પટેલ તથા વાચક મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
સાકાર વાંચન કુટીરના વાચકોને ઠંડુ પાણી મળી રહે તે માટે સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ વાપીના સદસ્ય અમનભાઈ જૈનની મદદથી સ્વ. શ્રી મહાવીર ચંદ જી પાટની સ્વ. શ્રીમતિ પિસ્તાદેવી પાટની ગામ જેઠના – અજમેરની પુણ્ય સ્મૃતિમાં એમના પુત્ર તથા પુત્રવધુ શૈલેન્દ્ર – શૈલબાલા જૈન વાપી તરફ વૉટર કૂલર ભેટ અર્પણ કરવામાં આવી હતી. વોટર કૂલર ની ભેટ મળતા વાચકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.



