[ad_1]
અમદાવાદ,તા.06 ડિસેમ્બર 2021,સોમવાર
અમદાવાદમાં હાથ ધરાયેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કુલ ૨,૭૬,૪૨૦ અરજીઓ આવી છે. જેમાં ૧૮ વર્ષની ઉંમરવાળા અને પ્રમથ વખત મતદાર બનવા માંગતા હોય તેવા કુલ ૧,૩૬,૮૯૮ યુવાનોએ પણ અરજી કરી છે. નામ કમી માટેની કુલ ૨૯,૪૩૭ , સુધારા માટેની કુલ ૯૪,૯૭૦ અને સ્થળાંતરના કેસમાં કુલ ૧૫,૧૧૫ અરજીઓ આવી છે. સારી બાબત એ છેકે કુલ આવેલી અરજીઓમાંથી ૬૫,૯૬૫ અરજીઓ ઓફલાઇન આવી છે જ્યારે ૨,૧૦,૪૫૫ અરજીઓ ઓનલાઇન આવી છે ! જાન્યુઆરી માસમાં ચકાસણી સહિતની કામગીરી કરાશે અને આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે.
દસક્રોઇ અને વટવા વિધાનસભા ક્ષેત્રમાંથી સૌથી વધુ ૧૮,૬૪૯ અરજી ઓનલાઇન આવી છે. બંને વિધાનસભા ક્ષેત્રમાંથી એક સરખી સંખ્યામાં અરજીઓ આવી છે. સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, ધોળકા અને ધંધૂકામાંથી ૧૦ હજારથી વધુની અરજીઓ ઓનલાઇન આવી ગઇ છે. અસારવામાંથી સૌથી ઓછી ૪,૯૩૭ અરજીઓ ઓનલાઇન આવી છે.
ઓફલાઇન અરજીની વાત કરીએ તો મણિનગરમાંથી સૌથી વધુ ૫,૩૮૮ અરજીઓ ઓફલાઇન આવી છે. જ્યારે સૌથી ઓછી ઓફલાઇન અરજી અસારવામાંથી ૧,૩૧૬ આવી છે. દસક્રોઇ વિધાનસભાક્ષેત્રમાંથી સૌથી વધુ ૧૩,૬૬૬ અરજીઓ નવા મતદાર બનવા માટેની સૌથી વધુ આવી છે. ત્યાર બાદ વટવા, ઘાટલોડિયા અને ધંધૂકામાંથી અરજીઓ ૧૦ હજારથી વધુ આવી ચૂકી છે.
નામ કમી કરાવવાની વાત આવે તો પણ દસક્રોઇમાંથી સૌથી વધુ ૨,૩૬૬ અરજી આવી છે. સુધારા વધાર માટે નારણપુરામાંથી સૌથી વધુ ૧૪,૫૪૩ અરજીઓ આવી છે. સ્થળાંતરના કેસની વાત કરીએ તો ઘાટોલોડિયામાંથી સૌથી વધુ ૧,૯૮૫ અરજીઓ આવી છે.
આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે તાજેતરમાં વિશેષ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે બીએલઓ મતદાન કેન્દ્ર સુધી જઇને હાથોહાથ અરજીઓ સ્વીકારી હતી. હવે જાન્યુઆરી માસમાં આ અરજીઓની ચકાસણી કરાશે. અને નવા ચૂંટણીકાર્ડ ઇશ્યું કરાશે. નામ કમી, સુધારા, સ્થળાંતર સહિતના કેસમાં આવેલી અરજીઓનો પણ નિકાલ કરાશે.
અમદાવાદમાં મતદારયાદી સુધારણામાં કેટલી અરજીઓ આવી ?
|
વિધાનસભા |
નવું નામ |
નામ કમી |
સુધારો |
સ્થળાંતર |
કુલ |
|
વિરમગામ |
૯,૬૫૭ |
૧,૯૨૮ |
૨,૧૪૩ |
૨૮૬ |
૧૪,૦૧૪ |
|
સાણંદ |
૯,૯૨૧ |
૧,૭૫૩ |
૪,૫૫૬ |
૬૦૦ |
૧૬,૮૩૦ |
|
ઘાટલોડિયા |
૧૦,૧૬૪ |
૧,૭૩૪ |
૩,૧૯૧ |
૧,૯૮૫ |
૧૭,૦૭૪ |
|
વેજલપુર |
૭,૦૫૦ |
૧,૩૬૦ |
૩,૮૧૦ |
૧,૦૫૫ |
૧૩,૨૮૨ |
|
વટવા |
૧૨,૯૮૪ |
૬૫૫ |
૭,૬૭૫ |
૧,૩૫૪ |
૨૨,૬૬૮ |
|
એલિસબ્રિજ |
૩,૧૧૪ |
૧,૪૫૧ |
૩,૩૫૭ |
૬૪૬ |
૮,૫૬૮ |
|
નારણપુરા |
૩,૭૪૨ |
૧,૫૧૯ |
૧૪,૫૪૩ |
૮૨૮ |
૨૦,૬૩૨ |
|
નિકોલ |
૫,૨૧૫ |
૧,૩૮૮ |
૩,૩૯૦ |
૬૨૮ |
૧૦,૬૨૧ |
|
નરોડા |
૫,૫૮૭ |
૧,૩૭૭ |
૨,૬૧૦ |
૧,૦૮૨ |
૧૦,૬૫૬ |
|
ઠક્કરબાપાનગર |
૪,૨૫૦ |
૧,૫૬૬ |
૨,૬૯૧ |
૫૩૪ |
૯,૦૪૧ |
|
બાપુનગર |
૩,૩૮૧ |
૧,૧૫૫ |
૧,૭૭૩ |
૨૯૪ |
૬,૬૦૩ |
|
અમરાઇવાડી |
૫,૩૩૮ |
૧,૩૪૯ |
૨,૨૬૧ |
૫૪૩ |
૯,૪૯૧ |
|
દરિયાપુર |
૩,૩૯૫ |
૮૭૭ |
૪,૪૪૪ |
૩૭૮ |
૯,૦૯૪ |
|
જમાલપુર |
૨,૭૧૬ |
૧,૦૨૭ |
૧૩,૫૮૪ |
૩૯૯ |
૧,૭૭૨૬ |
|
મણિનગર |
૫,૩૮૩ |
૧,૫૮૧ |
૨,૩૧૯ |
૮૬૮ |
૧૦,૧૫૧ |
|
દાણીલીમડા |
૫,૦૩૬ |
૬૩૯ |
૩,૪૧૪ |
૩૧૭ |
૮,૮૬૪ |
|
અસારવા |
૩,૬૨૭ |
૮૪૦ |
૧,૪૩૬ |
૩૫૦ |
૬,૨૫૩ |
|
દસક્રોઇ |
૧૩,૬૬૬ |
૨,૩૬૬ |
૫,૦૩૨ |
૧,૪૦૭ |
૨૨,૪૭૧ |
|
ધોળકા |
૭,૩૫૮ |
૧,૩૨૨ |
૫,૯૭૫ |
૩૫૫ |
૧૫,૦૧૦ |
|
ધંધૂકા |
૧૦,૬૫૦ |
૨,૩૪૭ |
૪,૬૦૦ |
૩૬૮ |
૧૭,૯૬૫ |
|
સાબરમતી |
૪,૬૫૭ |
૧.૨૦૩ |
૨,૧૬૬ |
૮૩૮ |
૮,૮૬૪ |
|
કુલ |
૧,૩૬,૮૯૮ |
૨૯,૪૩૭ |
૯૪,૯૭૦ |
૧૫,૧૧૫ |
૨,૭૬,૪૨૦ |
[ad_2]
Source link






