૩૧મી ડિસેમ્બર સુધીમાં ડિમેટ ને ટ્રેડિંગ એકાઉન્ટના કેવાયસી અપડેટ કરાવી દો

On: December 6, 2021 9:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અંમદાવાદ,સોમવાર

શેરબજારમાં રોકાણ કરનારા તમામને તમના ડિમેટ એકાઉન્ટ તથા ટ્રેડિંગ એકાઉન્ટના કે.વાય.સી. (ઓળખના પુરાવાઓ) અપડેટ કરાવી દેવા મુંબઈ સ્ટોક એક્સચેન્જ અને ડિમેટ એકાઉન્ટની ડિપોઝિટરી ચલાવનારાઓ દ્વારા તાકીદ કરીદેવામાં આવી છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જે દરેક ખાતા ધારકને તેમના નામ, પાનકાર્ડ, સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેઈલ આઈડી તથા આવકની રેન્જની વિગતો આપી દેવા જણાવ્યું છે. 

મુંબઈ શેરબજારે આપેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે જે ખાતેદારો તેમના ખાતાની વિગતો આપશે નહિ તો તે ખાતેદારોના ડિમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વિગતો અપડેટ કરવા માટેની છેલ્લી તારીખ ૩૧મી ડિસેમ્બર રાખવામાં આવી છે.

૩૧મી ડિસેમ્બર સુધીમાં પુરાવાઓ ન આપનારાઓના ખાતામાંથી કોઈપણ ડેબિટ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહિ. તેમ જ ટ્રેડિંગ એકાઉન્ટને પણ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. ટ્રેડિંગ એકાઉન્ટમાં પણ કોઈ સોદા પડવા દેવામાં આવશે નહિ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના ખાતેદારોને પણ આ બાબતની જાણ કરી દેવામાં આવી છે. નવા ખાતા ખોલાવનારાઓ માટે પણ કે.વાય.સી. આપવા ફરજિયાત છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!