અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 6 મુદતમાં કાર્યવાહી પુર્ણઃ આજે સજા સંભળાવશે

On: December 6, 2021 10:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]



સુરત

અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 6 મુદતમાં કાર્યવાહી પુર્ણઃ આજે સજા સંભળાવશે

સુરતના
પાંડેસરા -વડોદ વિસ્તારના શ્રમજીવી પરવિરાની માત્ર અઢી વર્ષની બાળકીનું દિવાળી ની રાત્રે   બદકામ કરવાના ઈરાદે  અપહરણ કરીદુષ્કર્મ આચરી હત્યા કેસમાં મૂળ બિહારના
વતની આરોપી  ગુડ્ડુ મધેશ યાદવને આજે પોક્સો
કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે તમામ ગુનામાં
દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને
લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. કોર્ટે 
બંને પક્ષોની સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આવતીકાલે તા.મી ડીસેમ્બર
સુધી મુલત્વી રાખ્યો છે.

શ્રમિક
પરિવારની અઢી વર્ષની બાળાને તા.4 ડિસેમ્બરે દિવાળીની રાતે મૂળ બિહારનો આરોપી
ગુડ્ડુ મધેશ યાદવ ઉઠાવી ગયો હતો. અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં
દુષ્કર્મ કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી હતી. ફુટેજ અને ગેટ એનાલીસીસના આધારે
પોલીસે આરોપી ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. અને રેકોર્ડ બ્રેક
સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.

ચાર્જશીટ
બાદ સરકારપક્ષે 69 પંચસાથી સાથે દસ્તાવેજી
,
સાયન્ટિફીક પુરાવા,મેડીકલ પુરાવાની લીસ્ટ રજુ
કરી ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી હતી. જેથી સેશન્સ કોર્ટે સ્પીડી ટ્રાયલ
નિર્દેશ આપતા તા.17નવેમ્બરે કેસની પ્રથમ મુદત દરમિયાન સાક્ષીઓની સરતપાસ અને ઉલટ
તપાસ લેવાઇ હતી. સરકારપક્ષે પુનરાવર્તીત થતા 27 પંચ સાક્ષીઓનેડ્રો કરીને માત્ર 42 સાક્ષીઓની જુબાની લઇ કેસ કાર્યવાહી માત્ર 6 મુદતમાં પુર્ણ કરી હતી.

આરોપીના
ફર્ધર સ્ટેટમેન્ટ અને સરકારપક્ષની દીલોલ બાદ કોર્ટે કેસનો ચુકાદો આજે જાહેર કરવા
નિર્દેશ આપ્યો હતો. જોકે
,
ઉઘડતી કોર્ટના સમયને બદલે બપોરે રીશેષ બાદ આરોપીે ગુડ્ડુ યાદવને
તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. જેથી સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન
સુખડવાલાએ ગુનાની ગંભીરતા તથા આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા જઘન્ય
કૃત્ય બદલ આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને કેપીટલ પનીસમેન્ટની માંગ કરી હતી. જેના
સમર્થનમાં 31 જેટલા પ્રસ્થાપિત જજમેન્ટના
તારણો રજૂ કર્યા હતા.

બીજી
તરફ આરોપીના બચાવપક્ષે આરોપીની નાની વય
,
પ્રથમ ગુનો  તથા માતા-પિતાની
જવાબદારી સહિતના કારણોને ધ્યાને લઈને સજામાં રહેમ રાખી ઓછી સજા કરવા માંગ કરી હતી.
સજાના મુદ્દે કોર્ટે બંને પક્ષોની  દલીલોને
ધ્યાને લઈને સજાનો ચુકાદો આવતી કાલે તા.7મી ડીસેમ્બરના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો
છે.

કેસને
રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં ગણવા સરકારપક્ષે આ રજૂઆત કરી

સરકારપક્ષે જણાવ્યું હતું કે ફાંસીની સજામાં ગુનાની ગંભીરતા અને
રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ પડે છે કે કેમ તે જોવાનું રહે છે.રેરેસ્ટ ઓફ રેર શ્રેણી
કેવી રીતે ગણાય તે માટે માછી સિંગના કેસમાં ઉલ્લેખ કર્યો છે. આવા ગુનામાં અસામાન્ય
બાબત છે કે કેમ તે જોવાનું રહે છે.ગુનામાં અસામાન્ય સંજોગો હોય તો આજીવન કેદની સજા
કેમ ઓછી પડે તે બે મુદ્દા નક્કી કરવા કેસના ઉગ્ર એને શાંત સંજોગો અદાલતે ધ્યાને રાખવાના
રહે છે. ફાંસીની સજા કરવા સરકારપક્ષની માંગને સમર્થનમાં ઉગ્ર સંજોગો છે  કેમ તથા 
શાંત સંજોગો એટલે આરોપીની ઉંમર
,જવાબદારી વગેરેને જોવાના રહે
છે.સરકારપક્ષે જણાવ્યું હતું કે એગ્રેવેટીવ ઉગ્ર સંજોગો પ્રોસિક્યુશનની તરફેણમાં છે.પોક્સો
કેસોમાં સજાના આવેલા સુધારા
,આ કાયદા પાછળનો હેતુ તથા કાયદાનું
અને ન્યાયનું શાસન સમાજમાં જળવાઈ રહે તે પણ ધ્યાને લેવાવું જોઈએ.આરોપીએ માત્ર અઢી વર્ષની
બાળકી સાથે આચરેલા દુષ્કર્મ હત્યા જેવા જઘન્ય અપરાધની ગંભીરતાને ધ્યાને લેતા આરોપીને
ફાંસીની સજા આપવા સરકારપક્ષે માંગ કરી છે

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!