કપરાડાના વડોલી ગામે કુવા માં પડેલા દીપડાને 3 કલાકની જહેમત બાદ બહાર કઢાયો

On: September 26, 2023 4:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શિકાર ની પાછળ દોડેલો દીપડો પાણી ભરેલા કુવામાં ખાબક્યો જીવ બચાવવા મોટરના મુકેલ પાઇપ ઉપર વળગી રહ્યો સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને કરી જાણ

કપરાડા તાલુકા માં મોડી સાંજે એક અજીબ ઘટના સામે આવી છે શિકારની શોધમાં નીકળેલો દિપડો પાણી ભરેલા કૂવામાં પડતા તેને 3 કલાકની જહેમત બાદ બહાર કાઢવમાં આવ્યો હતો

કપરાડા તાલુકાના વડોલી મુલગામ ફળિયામાં મુખ્ય માર્ગ થી નજીકમાં આવેલ એક પાણી ભરેલા કૂવામાં એક કદાવર દીપડો પાણીમાં ખાબક્યો હતો જે કૂવામાં અવાજ કરતો હોય સ્થાનિક લોકોએ જોતા લોકોમાં ભય સાથે કુતુહલ સર્જાયુ હતું ઘટના અંગે ની જાણ કપરડા આર એફ ઓ અંકિત પટેલ ને કરવામાં આવતા ઘટના ની ગંભીરતા જોતા તેઓ તેમની ટીમ સાથે રાત્રી દરમ્યાન કુવા નજીક પહોંચ્યા હતા ને બેટરી ના આછા પ્રકાસ માં સતત 3 કલાક ની જહેમત ઉઠાવી હતી દીપડાને બહાર કાઢવો એ પણ માનવ ભીડ ની વચ્ચે જોખમી હતું પરંતુ કૂવામાં ખાટલો ઉતારી 3 કલાક ની સતત જહેમત બાદ આખરે દીપડો કુવાની બહાર નીકળી શક્યો હતો આમ કૂવામાં પડેલ દીપડાને બહાર કાઢવામાં જંગલ વિભાગની ટીમને સફળતા મળી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!