ધરમપુરના બારસોલ ગામે ગણેશ મહોત્સવ માં પી એસ આઈ દ્વારા સાયબર ક્રાઇમ અંગે લોકોને જાગૃત કરાયા

On: September 27, 2023 3:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અજાણી લિંક અને અજાણ્યા ફોન કોલ ઉપર ક્યારે પણ આધાર કાર્ડ ,એ ટી એમ ,કે પિન નંબર ક્યારે પણ આપવા નહિ..નહીતો તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે 

બારસોલ ગામે શ્રી સિદ્ધિવિનાયક યુવક.મંડળ દ્વારા શ્રી ગણપતિ બાપાની સ્થાપના દર વર્ષની જેમ આ વર્ષે પણ લરવામાં આવી છે આજે સ્થપનાના  અઠમાં દિવસે ધરમપુર પોલીસ મથકના પી એસ આઈ એ.કે. પ્રજાપતિએ. પૂજા અર્ચના આરતી કરી જાહેર જનમેદનીને વચ્ચે થઈ રહેલા સાઇબર ક્રાઇમના ગુના અને  ઓન લાઈન છેતરપીંડી થી કાઈ રીતે બચવું  તે અંગે લોકોને ખૂબ સરળ રીતે  એલઇડી સ્કિન પર  બતાવી ને લોકોને માહિત ગાર કર્યા હતા તેમણે જણાવ્યું કે બેન્ક વાળા કોઈ દિવસ કોઈને કોલ કરી આધાર નમ્બર કે એ ટી એમ નંબર માંગતા નથી એટલે બેન્ક માંથી મેનેજર બોલુ છું તમારો આધાર કાર્ડ નમ્બર કે એ ટી એમ કાર્ડ નંબર પિન આપો  તો કોઈ એ આપવો નહિ..નહિ તો તમેં સાઇબર ક્રાઇમ નો ભોગ બની શકો છો અજાણી લિંક ઉપર ક્યારે પણ ક્લિક કરવું નહીં આમ જાહેર સ્થળો ઉપર લોકોમાં સાઇબર ક્રાઈમ પ્રત્યે જાગૃતતા આવે એ માટે ધરમપુર પી એસ આઈ દ્વારા ગ્રામીણ કક્ષા એ તેમની ફરજ ના ભાગ રૂપે કામગીરી કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!