મિલર મિત્ર મંડળ,વશી ફળિયા,હાલર વલસાડ દ્વારા રક્તદાન શિબિરનુ થયું આયોજન 

On: September 24, 2023 3:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

126 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવામાં મળી સફળતા

આજરોજ તા-24/09/23 ના રોજ  મિલર મિત્ર મંડળ,વશી ફળિયા,હાલર વલસાડ દ્વારા રક્તદાન શિબિર નુ આયોજન કરેલ હતુ.આ રક્તદાન શિબિર મા 126 યુનીટ રક્ત એકત્ર થયુ હતુ.

હાલમાં ઠેરઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ શહેરના વસી ફળિયા હાલર ખાતે મિલર મિત્ર મંડળ આયોજિત ગણેશ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 126 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે જરૂરિયાતમંદ લોકોને સમય પર રક્ત મળી રહે અને રક્તની પડતી ખેંચને પહોંચી વળવા માટે ગણેશ મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે અને તે અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આજે વહેલી સવારે 9:00 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ રક્તદાન શિબિર બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન કુલદીપ નાઈ પ્રોબેશનલ ડી.વાય.એસ.પી. તેમજ વલસાડ અનાવેલ પરિવારના હસમુખ રાય  દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જેમાં રક્તદાનને અંતે 126 યુનિટ બોટલ એકત્ર કરવામાં સફળતા મળી છે આ કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડવા અને સહયોગ આપવા માટે વલસાડ પોલીસ વિભાગ, શિવમ ડેવલોપર્સ અને અનાવિલ પરિવાર વલસાડ તેમજ ફુડ હોલિક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો આમ વલસાડ ગણેશ મહોત્સવ દરમ્યાન રક્તદાન શિબિર યોજી ને  સમાજના લોકોને મદદરૂપ થવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!