
વાપી નજીકમાં આવેલા મોરાઈ નજીક રેલ્વે ફાટક ઉપર બની રહેલા નિર્માણઆધીન રેલ્વે ઓવર બ્રીજની ગડરનો એક ભાગ કોઈ કારણસર તૂટી પડી વહેલી સવારે બનેલી ઘટનામાં કોઈ જાનહાની બની નથી. હાલ પડેલી ગડરને હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે

વાપીના મોરાઈ રેલ્વે ફાટક ઉપર છેલ્લા કેટલાક સમય થી નિર્માણ આધીન રેલ્વે ઓવર બ્રીજના કુલ ૬ ગડર મુકવાની કામગીરી પ્રગતિમાં હતી જેમાં ત્રણ ઉપર અગાઉ ગડર મૂકી દેવામાં આવ્યા હતા. જયારે હાલમાં જ પિલર નંબર ૬ થી ૭ ની વચ્ચે મુકવામાં આવેલ ગડરની સાઈડનો એક ભાગ આજે વહેલી સવારે ઉપર થી ખસી નીચે ધડાકા ભેર પડી જવા પામ્યો હતો.ઘટનામાં કોઈ જાનહાની બની નહિ
નોધનીય છેકે બ્રિજની કામગીરી છેલ્લા કેટલાક સમય થી કરવામાંઆવી રહી છે જેનું ટેન્ડર આનંતા પ્રોપન કંપનીને ફાળે છે જેમના દ્વારા કામગીરી હાથમાં લેવામાં આવી છે ત્યારે આજે બ્રીજ નીચે થી પસાર થનારા કોઈ મશીનરી જેવા વાહન નો કોઈ ભાગ અડી જતા આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો કામગીરી બંધ હોવાને કારણે મોટી હોનારત ટળી છે





