ઇ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલા શ્રમયોગીઓ માટે નજીવા દરે ઇન્શ્યોરન્સ ,ઇન્ડિયા પોષ્ટ વિભાગ દ્વારા માત્ર રૂપિયા 499 વાર્ષિક ભરી 10 લાખ સુધીનું વીમા કવર મેળવી શકાય છે

સરકાર દ્વારા શ્રમયોગીઓને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવા માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હાલ અમલમાં મુકવામાં આવી છે આ યોજના પોસ્ટ ઓફિસ દ્વારા હાલ અમલીકરણ કરાય છે જેને લઈને પોસ્ટ ઓફિસમાં માત્ર રૂપિયા 499 માં 10 લાખ સુધીનો વીમો મેળવી શકાય છે જેમાં લગભગ છ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે અને જે માટે ધરમપુર પોસ્ટ ઓફિસ દ્વારા આસપાસના અનેક ગામોમાં કેમ લગાવીને લાભ લોકોને આપવા માટે કામગીરી કરવામાં આવી રહી છે
પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બે જેટલી યોજના અમલમાં છે જેમાં માત્ર ₹289 ભરી પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો જ્યારે ₹499 ભરી દસ લાખ સુધીનો વીમો શ્રમયોગીઓને મળી શકે છે વર્ષમાં માત્ર એક જ વાર ₹499 કે 289 ભર્યા બાદ પૈસા ભરનારા ને આકસ્મિક મૃત્યુ થાય તો વિમાની રકમના 100 ટકા જેટલા નાણા મળવા પાત્ર છે જ્યારે આકસ્મિક વિઘટન એટલે કે વિઘટન (બેડરેસ્ટ) આવિજાય તો પણ 100 ટકા વિમાની રકમ મળવા પાત્ર છે.આંશિક કે પૂર્ણ વિકલાંગતા આવે તો પણ 100 ટકા વિમાની રકમ મળી શકે છે વીમો લેનાર વ્યક્તિ ઘરનો મોભી હોય ને તેનું મૃત્યુ થાય તો 1 લાખ સુધીની શિક્ષણ સહાય તેના બાળકોને મળી શકે છે આકસ્મિક કોઈ મોટી બીમારી આવી ચડે તબીબ ખર્ચ 1 લાખ સુધી મળી શકે છે,લાંબા સમય સુધી દવાખાના રોકાણ લાભ 10 હજાર રૂપિયા સુધી તેમજ અન્ય ઘણા ફાયદા મળી શકે છે ..
સમગ્ર બાબતની વધુ વિગત માટે ધરમપુર પોષ્ટ ઓફીસ નો સંપર્ક કરી શકાય છે સાથે જ હાલમાં દરેક ગામે ગ્રામ પંચાયત માં વિશેષ કેમ્પ યોજી લોકોને આ યોજના ના લાભો સમજાવી તેમને વીમો આપવામાં આવી રહ્યો છે આવતીકાલે રવિવાર ના રોજ ઉકતા ગ્રામ પંચાયત ખાતે વિશેષ કેમ્પ યોજવામાં આવનાર છે





