મોટાપોઢામાં સર્પદંશના દર્દી માટે 108 એમ્બ્યુલન્સ બની સંજીવની સમાન 

On: August 8, 2023 5:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજ રોજ સાંજે 18:49 કલાકે અમને મોટાપોઢા ગામનો કોલ મળ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે 50 વર્ષ ના અબ્દુલ ભાઈ વદુડભાઈ  ચૌધરી ને સર્પદંશ ની ઘટના બની હોય . કોલ મળતાની સાથે જ (Nanapondha)108 ની ટીમ ના ઈએમટી ઊર્મિલાબેન ગાયકવાડ અને પાયલોટ નરેન્દ્રભાઈ પટેલ  મોટાપોઢા ગામ માં જવા નીકળી ગયા હતા.

સ્થળ પર પહોંચ્યા બાદ ખબર પડી કે દર્દી ને આંખે ઝાંખું દેખાવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી  દર્દીનું માથું પણ ભારે થવા લાગ્યું હતું દર્દી ને તાત્કાલિક એમ્બ્યુલન્સ માં લઈ હોસ્પિટલ જવા નીકળી ગયા હતા.દર્દી ને ઓક્સિજન આપી વાયટલ ચેક કરી .અને પગનું હલન ચલન ના થાય તે માટે સ્પીલન્ટીગ કરી, ઈ આરસીપી ડોક્ટર ના કેવા પ્રમાણે દર્દી ને ઇંજકશન એન્ટી સ્નેક વિનોમ,  inj.એવિલ Inj. હાઈડ્રો કોટેર્ઝોન અને inj.એનેસ નો બાટલો આપી . પાયલોટ નરેડરભાઈ એ  દર્દી ને જલદી થી શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર માં ખસેડાયા હતા.જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે આમ ફરી 108 એમ્બ્યુલન્સ સર્પદંશના દર્દી માટે એક સંજીવની સમાન સાબિત થઈ છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!