જાહેરમાં બાઈક ઉપર સ્ટંટ કરવા ગયા તો …થશે આવું..

On: July 26, 2023 1:49 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ પોલીસ આવી એક્શન મોડમાં વિલ્સન હિલ ઉપર બાઈકનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયા બાદ યુવકની વાંસદા થી અટકાયત

ધરમપુર નજીકમાં આવેલા હિલ સ્ટેશન ઉપર અનેક જગ્યાઓથી શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે પ્રકૃતિને ખોળે વિચરવા માટે અનેક લોકો આવી ચડે છે ત્યારે અનેક બાઇક ચાલકો લોંગ ડ્રાઈવ લેવા માટે બાઈક ઉપર અહીં આવતા હોય છે પરંતુ કેટલાક તત્વો દ્વારા જાહેરમાં બાઈક પર સ્ટંટ કરીને તેના વિડીયો બનાવી રીલ બનાવી સોશિયલ મીડિયામાં મુકવાની પેરવી ચાલી રહી છે અને દેખાદેખીમાં અનેક યુવાનો આવું કરતા થઈ ગયા છે જેના કારણે હાલમાં મુખ્ય માર્ગ ઉપર અને જાહેર રોડ ઉપર આવા સ્ટન્ટ કરતા યુવકો નો વિડીયો વાયરલ થયો હતો જે બાદ પોલીસ એકશનમાં આવી છે

ગત તારીખ 17 જુલાઈના રોજ કેટલા યુવાનો બાઈક લઈને ઉપર ફરવા આવ્યા હતા જ્યાં પબ્લિકની વચ્ચે જાહેરમાં બાઈક પર સ્ટંટ કરી રીલ બનાવી સોશિયલ મીડિયામાં આ વિડીયો મુકતા કેટલાક લોકોએ આ સ્ટંટ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેના કારણે જીવને જોખમ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી હાલમાં જ્યાં અમદાવાદની ઘટના બની છે તેને ધ્યાને લઈ પોલીસ એક્શન મોડમાં છે તેવા સમયે વિલ્સન હિલ જેવી જાહેર જગ્યાઓ પર લોકોની વચ્ચે જોખમી સ્ટંટ કરતો વિડિયો વાયરલ થતા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને સ્ટંટ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી હતી જેમાં આ યુવાન નવસારી જિલ્લાના વાસણા તાલુકાનું રહેવાસી હોવાનું બહાર આવતા ધરમપુર પીએસઆઇ પ્રજાપતિ ત્રણ યુવાનો સામે ગુનો દાખલ કર્યો છે

સમગ્ર કિસ્સામાં પોલીસે ભાવિન ભોયા નામના યુવકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!