Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાંસદા તાલુકાના વાંગણ ગામે ઉમિયા વાંચન કુટીર (સ્પર્ધાત્મક પરીક્ષાનું ઉત્તમ સાહિત્ય ધરાવતી લાઈબ્રેરી)નું લોકાર્પણ કરવામાં આવ્યું.

On: July 24, 2023 3:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા વાંગણ ગામે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડનાં સૌજન્યથી નિર્મિત RAINBOW WARRIORS DHARAMPUR ગ્રામ પંચાયત વાંગણ તથા યુનિટી ગ્રુપ વાંગણ સંચાલિત ઉમિયા વાંચન કુટીરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેનું ઉદઘાટન તથા લોકાર્પણ ડૉ. ભાવિકાબેન એસ. પટેલ તથા સરપંચશ્રી સીતાબેન નવિનભાઈના હસ્તે કરવામાં આવ્યું.

હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું.

    Rainbow warriors Dharampur ની અનોખી પરંપરા મુજબ 1.ગામની સૌથી વધુ ભણેલી દીકરી જશવંતીબેન જી.તુંબડા 2.ગામનો પ્રથમ ક્લાસ 2 ઓફિસર ભાર્ગવભાઈ એ.પટેલ

3.સૌથી વધુ ભનેલ વ્યક્તિ અમ્રતભાઈ આર.  ચવધરી

તથા શિક્ષક અનિલભાઈ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભાવિકાબેન એસ. પટેલનું શાલ ઓઢાડીને શ્રીફળ અને ફુલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામના માજી જિલ્લા પંચાયત સભ્ય બારૂકભાઈએ ઉમિયા વાંચન કુટીરને ગામ માટે આશીર્વાદરૂપ જણાવી હતી તથા ગામના યુવાનો મહત્તમ લાભ લેવા માટે વિનંતી કરી હતી  યુનિટી ગ્રુપના સભ્યોની કામગીરીને બિરદાવી હતી. સામાજિક કાર્યકર્તા વિપુલભાઈ એ જીવનમાં પુસ્તકાલયના મહત્વ વિશે સમજ આપી હતી તથા યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. વાંસદા તાલુકાના શિક્ષક સંઘ મહિલા વિંગનાં પ્રમુખ કિરણબેન પટેલે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તથા આયોજન વિશે સમજ આપી ઉજ્જવળ કારકિર્દી બનાવવા શુભેચ્છા પાઠવી હતી. રૂપેશભાઈ ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ એ યુનિટી ગ્રુપના સભ્યોની કામગીરીને બિરદાવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને શુભેચ્છાઓ આપી હતી. સુભાષભાઈ બારોટે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડની કામગીરીને બિરદાવી ઉમિયા વાંચન કુટીરને જ્ઞાનનું મંદિર ગણાવ્યું હતું તથા તેનું સુંદર સંચાલન થાય,  ગામના અન્ય ગામના વધુમાં વધુ યુવાનો લાભ લે એ માટે ગામના સરપંચ, આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી.

      કાર્યક્રમના ઉદઘાટક ડૉ. ભાવિકાબેન એસ. પટેલે  યુવાનોને હિંમત હાર્યા વગર સખત પરિશ્રમ કરવા અંગે પ્રેરક પ્રસંગ દ્વારા સુંદર સમજ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

          આ પ્રસંગે ગામના સરપંચશ્રી સીતાબેન   નવીનભાઈ જાદવ,સા. કાર્યકર અમરતભાઈ સી. ગવળી, અમ્રતભાઈ ડી. પટેલ (શિક્ષક), રમેશભાઈ ઝીરવાળ, જયેશભાઈ પટેલ (શિક્ષક), ભાર્ગવભાઈ ક્લાસ 2 અધિકારી, જયેશભાઈ પટેલ( પલ્લવ પ્રિન્ટર ધરમપુર), જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઈબ્રેરી ધરમપુર), ડૉ. વિરેન્દ્ર ગરાસિયા (શિક્ષક), ગુમાનભાઈ પટેલ (શિક્ષક) મિતેશ પટેલ, અંકિત પટેલ, સુનિલ પટેલ (જી. ઈ. બી નાના પોંઢા) વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. 

      કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિટી ગ્રુપના સભ્યો સુનિલભાઈ,ઉમેશભાઈ, જયેન્દ્રભાઈ,હસમુખ ભાઈ જી.પટેલ તલાટી ક્રમ મંત્રી,મુકેશભાઈ રાજેશભાઈ,અમ્રતભાઈ, પંકજભાઈ,નિલેશભાઈ,કિરણભાઈ,મિનેશભાઈ, ગણેશભાઈ, આશિષભાઈ, હસમુખભાઈ આર.ચવઘરી, ભાવિકભાઈ,મનીષભાઈ, તથા ગામના યુવાનો આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.

      સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન યુનિટી ગ્રુપના સભ્યો જયેન્દ્રભાઈ,હસમુખભાઈ જી.પટેલ, સુનિલભાઈ,ઉમેશભાઈ તથા Rainbow warriors Dharampur નાં કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!