ધરમપુર મામલતદાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરતા ફફડાટ

On: July 21, 2023 3:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચોમાસા દરમ્યાન પાણી જન્ય રોગો ન વકરે અને રેસ્ટોરન્ટ અને હોટલોમાં વધુમાં વધુ સંચાલકો સ્વચ્છતા પર ભાર આપે એવા હેતુ સર આજે ધરમપુરના 5 થી વધુ ફરસાણ હોટેલ અને નાસ્તાની દુકાનો પર આકસ્મિક તપાસ કરતા ગંદકી તેમજ એક્સપયર ડેટ ના ઠંડા પીણાં મળી આવ્યા હતા તમામ દુકાનદારો હોટલ સંચાલકોને સ્વચ્છતાના નિયમો ચોક્કસ પણે જાળવી ને કામગીરી કરવા કડક સૂચન આપવામાં આવ્યું છે 

ધરમપુર શહેરમાં આજે ધરમપુર મામલતદાર ફ્રાન્સિસ વસાવા તેમની ટિમ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની ટિમ તેમજ પાલિકા ફૂડ ડ્રગ્સ વિભાગ ની ટિમ દ્વારા ધરમપુર ડેપો સામે આવેલા  બજાર માં આવેલ મથુરા સ્વીટ એન્ડ ફરસાણ,અન્નપૂર્ણા સ્વીટ માર્ટ,જોગણિયા સ્વીટ માર્ટ, દ્રારકા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ, હરિઓમ નાસ્તા સેન્ટર અને જાણીતી હોટલ અશોકા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી જેમાં દરેકના રસોઈ ઘર માં સ્વચ્છતા તેમજ ખોરાકની ગુણવત્તાની ચકાસણી કરી હતી

સાથે જ સ્થળ ઉપર તપાસ દરમ્યાન મળી આવેલ કેટલાક એક્સપાયર ડેટ ના ફૂડ પેકેટ અને ઠંડા પીણા પણ મળી આવ્યા હતા જેનો સ્થળ ઉપર જ નાશ કરાવ્યો હતો અનેક સ્થળે રસોઈ ઘર માં સ્વચ્છતા નો અભાવ જોવા મળતા તમામ સંચાલકોને સ્વચ્છતા ના નિયમોને ચોક્કસ પણે જાળવવા માટે કડક સૂચના આપવામાં આવી હતી સાથે જ ફૂડ વિભાગ દ્વારા કેટલાક ફૂડ સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા ધરમપુર માં મામતદાર ની ટિમ અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત પણે તપાસ હાથ ધરતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા અનેક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!