
નાસિક કપરાડા નાનાપોઢા માર્ગ શાકભાજીના વેપારી અને રોજિંદા આવતા જતા વાહન ચાલકો માટે ખૂબ ઉપયોગી છે ત્યારે વરસાદ શરૂ થતા જ કપરાડાના કુંભઘાટના રોડ ઉપર ખાડા પડી ગયા માર્ગ ધોવાઈ ગયો જોકે જગ્યા જગ્યા ઉપર પડેલ ખાડાને દુરસ્ત કરવા માટે હાલ વહીવટી તંત્ર દ્વારા ખાડામાં પેવર બ્લોક મૂકીને સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

કપરાડાનો કુંભઘાટ જ્યાં થી શરૂ થાય છે ત્યાં થી લઈ માંડવા તડકેશ્વર મહાદેવ મંદિર સુધી તેમજ ત્યાં થી આગળ મુખ્ય ઘાટ ઉપર ચડતા અનેક સ્થળે માર્ગમાં ખાડા પડયા છે મુખ્ય હાઇવે માર્ગ હોવાથી અહીં મોટા ભાગે ભારે વાહનો પસાર થાય છે જેના કારણે અનેક વાહનો બ્રેકડાઉન થવાની સ્થિતિ પણ સર્જાય છે ત્યારે હાલ તો વહીવટી તંત્ર જાગ્યું છે અને રોડ ઉપર પડેલ ખાડા દૂર કરવા માટે પેવર બ્લોક બેસાડવા માટેની કામગિરી શરૂ કરવામાં આવી છે
મહત્વનું છે કે ઘાટની ભૌગોલિક સ્થિતિ એવી છે કે વરસાદી પાણી રોડ ની બાજુ માંથી વહી જાય તે માટે કોઈ પાકી ગટર ની વ્યવસ્થા કરાઈ નથી જેના કારણે વરસાદી પાણી રોડ ઉપર વહે છે અને દર ચોમાસે રોડ ધોવાઈ જાય છે વહીવટી તંત્ર દ્વારા જડમૂળથી આ સમસ્યા દૂર કરવા માટે ચોક્કસ પણે અહીં વરસાદી પાણીની ગટર લાઈન બનાવવામાં આવે તો દર વર્ષે ઉભી થતી આ સમસ્યાનો નિકાલ થાય





