મોટાપોંઢા કૉલેજમાં જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવાઈ

On: July 21, 2023 11:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ તા. ૨૧ જુલાઈ 

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી સુગનીબાઈ આર. ચમારીયા કોમર્સ કૉલેજ સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી થઈ હતી.

ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાડેજાના સહકારથી મોટાપોંઢા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રા.ડૉ.એસ.યુ.પટેલે સંયોજક તરીકે આ કાર્યક્રમને આયોજિત કર્યો હતો. કાર્યક્રમના વક્તા પ્રા.ડૉ.મનોજ માહ્યાવંશી (ડૉ.એપીજે અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા) અને પ્રા. ડૉ. આશા ગોહિલ  (મોટાપોંઢા કોલેજ)એ અનુક્રમે ઉમાશંકર જોશીનું ગદ્ય સાહિત્ય તથા પદ્ય સાહિત્ય એમ સમગ્ર સાહિત્ય સર્જનને આવરી લેતાં વક્તવ્યો રજૂ કર્યા હતા. કોલેજની લાઇબ્રેરીમાં સાહિત્યકાર ઉમાશંકર જોશીના ઉપલબ્ધ પુસ્તકોનું નાનકડું પ્રદર્શન પણ યોજાયુ હતું. જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ડૉ. એસ.યુ.પટેલે આવકાર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એસ.વાય.બી.એ.ની વિદ્યાર્થીની પનિતા રોહિતે કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર દર્શન પ્રા. ડૉ.આશા ગોહિલે કર્યું હતું. 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!