વાપી પાલિકાના સભ્યની કેવી વીટંબણા પાણી માટે સ્વંય ફરિયાદ કરવા છતાં પાણી નથી મળતું 

On: June 21, 2023 9:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી પાલિકા વોર્ડ નંબર 5 માં રાત્રે 12 વાગ્યે આવે છે નળ માં પાણી એ પણ માત્ર 10 મિનિટ !!?

વાપી નગર પાલિકા ના વોર્ડ નંબર 5 ના સભ્ય એ પાલિકા ચીફ ઓફિસર ને તેમના વિસ્તારમાં આવતા કેટલાક ક્ષેત્ર માં પીવાનું પાણીની લાઈન માં નળ હોવા છતાં સમય પર પાણી ન મળતું હોવાની લેખિત ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા લોકો ની મુશ્કેલી વધી રહી છે પીવાનું પાણી નળ માં રાત્રે 12 વાગ્યે આપવામાં આવતું હોવાની ફરિયાદ  છેક મુખ્ય મંત્રી સુધી પહોંચી છે 

વાપી પાલિકા ના વોર્ડ નંબર 5 ડુંગરા ડુંગરી ફળીયા કોર્પોરેટર દિનેશ હરિહર પ્રસાદ દ્વારા પાલિકા ચીફ ઓફિસર ને ગત તારીખ 9 5 2023 ના રોજ લેખિત માં રજુઆત કરી જણાવ્યું હતું કે ડુંગરા ડુંગરી ફળીયા માં આવતા શિવાજી નગર ,મહાવીર નગર,એકતા નગર,શિવ સાઈ રેસિડેન્સી તેમજ મિલલત નગર માં પારલે ગોડાઉન તરફ છેલ્લા કેટલાક સમય થી પાણી ની લાઈન નથી અને જે વિસ્તારમાં લાઈન છે ત્યાં રાત્રે 12 વાગ્યે 1 વાગ્યે પાણી આપવામાં આવે છે અને એ પણ માત્ર 10 મિનિટ સ્થાનિક લોકોએ પીવાનું પાણી લેવા જવું ક્યાં ?પાણી આપવાનો સમય વધારી આપવામાં આવે અને વહેલા સમયે પાણી આપવામાં આવે એવી માંગ કરી છે છતાં આજ દિન સુધી પાણી મળી રહ્યું નથી 

મહત્વ નું છે પાલિકાના વોર્ડ 5 ના સભ્યો ની પાલિકા માં કરવામાં આવેલી લેખિત રજુઆત કોઈ ધ્યાને લેતું ન હોય તો સામાન્ય જનતા ને તો કોણ સાંભળશે ? અહીં ખુદ પાલિકા સભ્યે જ પાણી માટે રજુઆત કરવી પડે કેવી વીટંબણા છે 

જ્યાં એક તરફ પાલિકા પ્રમુખ નાણાં મંત્રી સમક્ષ બધું સુચારુ રૂપે ચાલી રહ્યા ના દ્રશ્યો રજૂ કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક જરૂરિયાત પાણી ની સમસ્યા પણ ધ્યાને લઇ ખુદ ડુંગરી ફળીયા વિસ્તારની રૂબરૂ મુલાકાત લે તે જરૂરી બન્યું છે જે થી કડવી વાસ્તવિકતા તેમના નયન પટલ ઉપર અંકિત થાય

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!