વાપી માંથી ઝડપાયો 41,280ની કિંમતનો ઇ સિગારેટ જથ્થો એકની ધરપકડ

On: June 21, 2023 3:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચાઈનીઝ બનાવટની ઇ સિગારેટ યુવાનોમાં ભારે ક્રેઝ છે જે મગજનો વિકાસ થતો અટકાવે છે ફેફસા નું કેન્સર સુધી યુવકને દોરી જાય છે 

  • મેન્થોલ, સ્ટ્રોબેરી,બનાના,જેવા ફ્રુટ ફ્લેવર સાથે તે મળતી હોય યુવાનોમાં તેની ભારે ઘેલછા જોવા મળે છે રૂપિયા 1500 થી શરૂ થતી આ સિગરેટ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેવું હોય છે જેને માત્ર ચાર્જ કરવાનું હોય છે જે બાદ એકસામાન્ય લાઈટર જેવું નાનું મશીન હોય છે જે માત્ર કસ ખેંચવા ઉપયોગ માં લેવાય છે
ઇ સિગરેટ સાથે પકડાયેલ સંચાલક

વર્તમાન સમય માં જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ વ્યસનો માં પણ હાઈટેક પદ્ધતિ ઓ ઘુસી રહી છે ચાઈનીઝ બનાવટ ની ઇ સિગરેટ પણ હાલ ચોરી છીપે વાપી વિસ્તારમાં પગ પેસરો થઈ ચૂક્યો છે જાહેર માં નહિ પરંતુ અંદર ખાને ઇ સિગરેટ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે રૂપિયા 1500 થી લઈ ને 5000 સુધીના ભાવે એક ઇ સિગરેટ મળે છે જેમાં જેટલા કસ હોય એટલો ભાવ વધારે  હોય છે .વાપીમાં ગેરકાયદેસર રીતે ઇ સિગરેટ વેચનારા એક ઇશમની પોલીસે ધરપકડ કરી તપાસ કરતા 41 હજાર થી વધુ નો જથ્થો ઝડપી પાડ્યો છે 

વાપી પોલીસ એસ ઓ જી ને મળેલી બાતમીને આધારે ગોકુળ વિહાર નજીકમાં આવેલ નક્ષત્ર પ્લાઝા માં શોપ નંબર 10 માં શ્યામ પાન એન્ડ ટી સેન્ટર ચલાવતા સાગર મનસુખ ભાઈ મીઠીયા  રહે મહાવીર નગર પાસે થી વિવિધ ફ્લેવર અને બ્રાન્ડ ની ઇ સિગરેટ નો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે કબ્જે લઈ દુકાન સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે 

ઇ સિગારેટ પ્રતીકાત્મક તસ્વીર

*શુ છે આ ઇ સિગારેટ ?

ઇ સિગારેટ અથવા (વેપ) એક સામાન્ય સિગારેટ જેવી નથી પરંતુ એક એવું નાનકડુ ડિવાઇસ હોય છે જેને રિચાર્જ કરી માત્ર કસ ખેંચી શકાય છે.એક ઇ સિગરેટ માં 300 થી વધુ સૉર્ટ આવે છે વળી તેમાં ફ્લેવર હોવા થી તે યુવાનોમાં ભારે પ્રચલિત છે પરંતુ ચાઈનીઝ આઈટમ હોવા થી તેમજ સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક હોવાથી તેના ઉપર પ્રતિબંધ છે 

(વેપ)ની શોધ 2003 માં ચીનમાં રહેતા એક ફાર્મસીસ્ટ હોન લીક નામના યુવકે કરી હતી જેના પિતા પણ સિગરેટ ના વ્યસનને કારણે ફેફસા ના કેન્સર થી મૃત્યુ પામ્યા હતા અને તે બાદ હોન લિકે સિગરેટ નું વૈકલ્પિક સ્વરૂપ શોધવા ઇ સિગરેટ ની શોધ કરી પરંતુ તે ભારત માં પ્રતિબંધિત છે ..

*ઇ સિગરેટ  થી થતા નુકશાન ..

યુવાનો માં ઘેલું લગાડનારી ઇ સિગરેટ સ્વાસ્થ્ય માટે ભારે જોખમી છે તેના સૉર્ટ લેવાથી તે સીધી મગજ ને અસર કરે છે અને મગજનો થતો વિકાસ અટકાવી દે છે,તેમાં આવતા નિકોટીન અને વિવિધ કેમિકલ ફેફસા ને નુકશાન કરતા છે જે શ્વાસ ની બીમારી અને વધી પડતું કેન્સર નું જોખમ નોતરી શકે છે સામાન્ય સિગારેટ કરતા ઇ સિગારેટ ની લત જલ્દી લાગી જાય છે

વાપીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં એસ ઓ જી વિભાગના  કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગોસ્વામી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.સી.સગર, તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ રાઠોડ તથા હે.કો.સહદેવસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા આ.હે.કો. ઓમપ્રકાશ રણબહાદુરસિંહ રાજપુત તથા પો.કો. કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પો.કો અરશદ યુસુફભાઇ વ્હોરા સામેલ હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!