નામધા સરકારી માધ્યમિક શાળામાં જ્ઞાનકુંજ સ્માર્ટકલાસ નું લોકાર્પણ કરાયું

On: June 20, 2023 3:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી નામધા ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળામાં મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ અંતર્ગત જ્ઞાનકુંજ વર્ગખંડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાથે જ વાલીઓની મિટિંગ પણ યોજાઈ હતી

જેમાં નામધા અને ચંડોળ ગામના સરપંચ કાંતા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ધીરેનભાઈ શાહ,ભરતભાઇ દેસાઈ,જગનભાઈબપટેલ,સિનિયર સીટીઝન કાઉન્સિલના વાપીના દિનેશભાઇ દેસાઈ કિશોરભાઈ દેસાઈ,મુકુંદ ભાઈ દેસાઈ,અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અવનીબેન પટેલે કર્યું હતું.શાળાના નિયમો અને વિદ્યાર્થીના અભ્યાસ માટે વાલીઓ જાગૃત થયા તેમજ શિક્ષક રિટેશભાઈ બારોલિયા એ માર્ગદર્શન આપ્યું તેમજ શાળાના આચાર્ય મનોજ એમ લીંબાચિયા એ શાળાની સિદ્ધિ અને સુવિધા વિશે જાણકારી આપી હતી 

મહત્વનું છે સ્માર્ટ કલાસ શરૂ થતાં જ હવે શાળાનો વિધાર્થી પણ વિશ્વના દરેક જ્ઞાન લેવા માટે સમર્થ બનશે આજે મોટી સંખ્યામાં કાર્યક્રમ દરમ્યાન લોકો એ હાજરી આપી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!