વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખની ગોળી મારી હત્યા

On: May 8, 2023 6:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી તાલુકા ભાજપ ઉપર પ્રમુખ શૈલેષ પટેલ ની રાતા રામેશ્વર મંદિર નજીક અજાણ્યા ઈસમોએ ગોળી મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે ઘટના ની જાણ ભાજપ અગ્રણીઓ અને પોલીસ ને થતા અનેક લોકો સ્થળ ઉપર અને હરિયા હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા

કોચરવા ખાતે રહેતા શૈલેષ ભાઈ પટેલ સોમવાર હોય આજે તેમની સ્કોર્પિયો કાર લઈ પોતાની પત્ની સાથે દર સોમવારે પૂજા અર્થે આવે છે એમ પૂજા માટે પત્નીને લઈ ને આવ્યા હતા સવારે 7 વાગ્યા ની આસપાસમાં તેઓ પૂજા માટે રાતા રામેશ્વર મંદિરે પહોંચ્યા અને શૈલેષ ભાઈ તેમની કાર રોડ ઉપર ઉભી રાખોને તેમાં દ્રાઈવર સીટ ઉપર બેઠા હતા ત્યારે ત્યાં આવેલા અજાણ્યા ઈસમો એ શૈલેષ ભાઈ ઉપર ફાયરિંગ કર્યું હતું જેમાં માથાના ભાગે શૈલેષ ભાઈ ને ગોળી મારતા તેઓ કાર માં.લોહી થી લથબથ હાલત માં જોવા મળતા મંદિર માં પૂજા કરી રહેલ તેમની પત્ની સ્થળ ઉપર દોડી આવી હતી ફાયરિંગ નો અવાજ થતા આસપાસના લોકો દોડી આવી સારવાર માટે તેમને હરિયા હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપર ના તબીબે તેમને મૃત જાહેર કરતા શોક ની લાગણી પ્રવર્તી હતી

ઘટનાની જાણ થતાં તાલુકા પ્રમુખ ભાજપ સુરેશ પટેલ સહિત કોચરવા ગામના અગ્રણીઓ ભાજપના હોદેદારો અને પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

પરિવાર જનોએ હાલ તો જૂની અદાવતે તેમને ગોળી મારી હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે તો સમગ્ર ઘટના અંગે પોલીસ વિભાગે વિવિધ ટિમ બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટલજન્સી સહિત નો ઉપયોગ કરી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!