Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બારોલીયા ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં થયો હાઇવે જમીન સંપાદન સામે વિરોધ

On: May 6, 2023 9:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
  • સામુહિક વિરોધ કરી ઠરાવ કરાયો સમગ્ર ગ્રામ સભામાં સરકારી આધિકારી અને હાઇવે વિભાગના અધિકારી પણ ગેરહાજર રહેતા ફરિયાદ ક્યાં અને કોને કરવી તે અંગે પણ મુંઝવણ 

બોડેલી નેત્રંગ વાપી નેશનલ હાઇવે નંબર 56 ફોર લાઇન બનવા જઈ રહ્યો છે અને જે માટે થોડા સમય પહેલા જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ફોર લેન હાઇવેમાં અનેક ખેડૂત ખાતેદારોની જમીન હાઇવેના માર્જિનમાં જશે જે માટે ધરમપુર તાલુકાના ખેડૂતોની જમીન પણ જનાર છે અને અનેક ગ્રામ પંચાયતોમાં તેનું જાહેરનામું પહોંચાડી દેવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર બાબતે જે ખેડૂત ખાતેદારોની જમીન આ હાઇવે માર્જિનમાં જનાર છે એ તમામ ખેડૂતોમાં રોશની લાગણી જોવા મળી રહી છે અને તમામ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે ધરમપુર તાલુકાના બારોલિયા ગ્રામ પંચાયત ખાતે એક વિશેષ ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર હાઇવે અંગેની જાણકારી આપવામાં આવી હતી જે બાબતે 40 જેટલા ખેડૂત ખાતેદારોની જમીન હાઇવે માર્જિનમાં જતી હોય એ તમામ ખેડૂતોએ સમગ્ર બાબતનો વિરોધ નોંધાવ્યો હતો અને સામૂહિક ઠરાવ કરી ઠરાવમાં જણાવવામાં આવ્યું કે જે જૂનો હાઇવે છે તેને જ પહોળો કરી બનાવવામાં આવે તો કે મહત્વની બાબત એ છે કે જમીન સંપાદન જેવી સંવેદનશીલ કામગીરી અંગે ખાસ ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આ ગ્રામ સભામાં ન તો કોઈ તાલુકા માંથી સરકારી અધિકારી હાજર રહ્યા કે ના કોઈ હાઈવે ના સક્ષમ અધિકારી હાજર રહ્યા જેના કારણે ખેડૂતોએ પોતાની ફરિયાદ ક્યાં કરવી અને માહિતી ક્યાંથી મેળવી એ તમામ બાબતોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી અને આ બાબતે ખેડૂતોએ ગ્રામસભામાં રજૂઆત પણ કરી કે સક્ષમ અધિકારીઓ ન હોય તો પોતે ફરિયાદ ક્યાં કરવી તે અંગે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. તો થોડા દિવસ પહેલા ધરમપુરના આસુરા ગ્રામ પંચાયતમાં પણ વિશેષ ગ્રામસભા યોજાઈ હતી જેમાં પણ 40 જેટલા ખેડૂત ખાતેદારોની અંદાજિત જમીન હાઇવે માર્જિનમાં જનાર છે તેઓએ પણ સમગ્ર બાબતનો વિરોધ ઉઠાવ્યો છે સાથે જ ત્રણ જેટલા ઘરો પણ રોડ માર્જિનમાં આવતા હોય આ ત્રણ ખાતેદારો પણ જમીન વિહોણા થવાની શક્યતાઓ સર્જાય છે જેને પગલે બોડેલી નેત્રંગ વાપી એનએચ 56 ફોર લેન નો ભારે વિરોધ નોંધાવી રહ્યો છે જોકે મહત્વનું એ છે કે જમીન સંપાદનમાં જૂના સર્વે નંબરો નું લિસ્ટ જે તે ગ્રામ પંચાયતમાં આપવામાં આવ્યું છે જેના કારણે હજુ સુધી કેટલાક ખેડૂતોને તો ખબર જ નથી કે તેમની જમીન હાઇવે માર્જિનમાં જાય છે જેના કારણે નવા અને જૂના સર્વે નંબરો ની જાણકારી ન હોવાને કારણે અનેક ખેડૂતો ધર્મ ધક્કા ખાઈ રહ્યા છે તો આવા તમામ ખેડૂતોને સ્પષ્ટ અને સીધી સરળ જાણકારી પૂરી પાડવામાં આવે તેવી માંગ પણ ખેડૂતોમાં ઉઠી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી આ સમગ્ર બાબતે નોંધ લઈ જે તે ગ્રામ પંચાયતમાં સર્વે નંબરો સાથે ગ્રામના ખેડૂત ખાતેદારોના નામ સાથે તેઓને જાણકારી આપવામાં આવે તેવી માંગ ખેડૂત ખાતેદારોમાં ઉઠી છે આજે બારોલિયા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરવામાં આવેલી ગ્રામસભામાં ગામના સરપંચ શ્રી તલાટી માજી સરપંચ સહિત ગામના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!