પારડી માં મોપેડ અને છકડો વચ્ચે અકસ્માત રિક્ષામાં સવાર 3 દબાયા એક નું મોત

On: April 1, 2023 1:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી બાલાખાડી પાસે આજરોજ સવારે 10 વાગ્યાના સુમારે મોપેડ ચાલકે ઓટો રીક્ષાને અડફટે લેતા રીક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર ત્રણ મુસાફરો દબાય જતા બહાર કાઢ્યા બાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ત્રણ પૈકી એક મુસાફર ધીરૂભાઇ હળપતિ ઉ.વ.65 નું મોત નીપજ્યું હતું.

               પારડી સ્ટેશન રોડ તરફ જતા બાલાખાડી બંદર રોડ પાસે રીક્ષા નંબર જી.જે.15 એક્સ એક્સ 7089 નો ચાલક ઈશ્વર મગનભાઈ નાયકા રહે. ઉમરસાડી દેસાઈ વાડ ના ઓ પારડી થી પેસેન્જર ભરી ઉંમરસાડી જતો હતો. તે દરમિયાન બાલાખાડી પાસે મોપેડ નંબર જી.જે.15 બી. 8735 નો ચાલક ભીખુભાઈ ભગવાનભાઈ પટેલ રહે બાલાખાડી નાઓ સામે આવી જતા રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. જેની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી. અને અકસ્માતમાં  રિક્ષામાં બેસેલ પેસેન્જર ધીરુભાઈ મધુભાઈ હળપતિ રહે ઉંમરસાડી ને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોહન દયાળ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પેસેન્જર મીરાબેન પટેલ રહે. સુખેશ અને નરોત્તમભાઈ ને નાની મોટી ઈજા પહોંચી હતી. જ્યારે મોપેડ ચાલક ભીખુભાઈ પટેલ ને ગંભીર ઈજા પહોંચતા મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે રીક્ષા ચાલકે પારડી પોલીસ મથકે મોપેડ ચાલક ભીખુભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!