પંડોર કોલક બ્રિજ ઉપર પડેલા ખાડા કોઈનો ભોગ લેશે

On: April 3, 2023 4:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લામાં ચોમાસા દરમ્યાન અનેક જગ્યા ઉપર રોડ ઉપર ખાડા નું સામ્રાજ્ય હતું જોકે સમય જતાં કેટલાક રોડો રાજકીય નેતાની ભલામણો ને લીધે તમને નજીકના લોકોના વિસ્તાર માં કરવામાં આવ્યા પરંતુ આજે પણ કેટલાક માર્ગ માં પડેલા ખાડા ઠેર ના ઠેર રહ્યા છે એવજ ખાડા વાપી તાલુકાના પંડોર ગામે કોલક નદીના બ્રિજ ઉપર પડ્યા છે જે 6 માસ થવા આવ્યા પણ રોડ ને લાગતા વળગતા વિભાવના અધિકારીઓ પણ જાણે આંખ આડા કાન કરી રહ્યા છે

અંબાચ પારનેર ફળીયા થી લઈ ને રાતા ખાડી સુધીના માર્ગ માં પડેલા ખાડા પૂરવામાં જાણે તંત્ર ને કોઈ રસ નથી આ ખાડા ઓને કારણે આવતા જતા અનેક વાહન ચાલકોને અકસ્માત થયા છે અનેક લોકોને હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે જેના માટે જો જવાબદાર હોય તો એ તંત્ર છે જેના કારણે હજુ સુધી ખાડા પુરાયા નથી

વળી નજીક માં જ વડોદરા મુંબઇ નેશનલ હાઇવે માં કામ કરનારી ટીમનું એક મોટું સ્ટેશન પણ અહીં આવેલું છે એના કપચી ભરી ને જતા ભારે વાહનો ને કારણે રોડ ની હાલત ખાસતા બની રહી છે

વાપી જી આઈ ડી સી માં સુરત તરફ થી ઓવરલોડ માલ સમાન ભરી ને આવનારા વાહનો બગવાડા ટોલ ટેક્સથી બચવા માટે પારડી પરિયા અંબાચ રોડ ઉપયોગ કરતા હોય હાઇવે ના મોટા ભાગના વાહનો અહીં થી પસાર થતા હોય રોડ ઉપર ખાડા વધુ મોટા થઈ રહ્યા છે

ત્યારે લોકોની અને સ્થાનિક વાહન ચાલકોની માંગ છે કે રોડ ઉપર પડેલ ખાડા પુરાવા માં આવે નહિ તો આગામી દિવાસમાં કેટલાક ગામના લોકો આંદોલન કરે તો નવાઈ નહિ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!