કેમ ડુંગરી ફળિયામાં જ ભંગારના ગોડાઉનમાં લાગે છે વારંવાર આગ 

On: March 14, 2023 5:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અહીં કામ કરતા મોટા ભાગના ભંગારીયાઓ શુ સળગાવે છે એ કોઈએ તપાસ કરવાની તસ્દી લીધી નથી 

વાપી નજીકમાં આવેલા ડુંગરી ફળિયા ખાતે આજે ફરીથી આગની ઘટના બની છે જેમાં ભંગારના ગોડાઉનમાં અંદાજિત 10 થી વધુ આગની ચપેટમાં આવી ગયા છે જેને લઈને જિલ્લાનો બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે જિલ્લાના તમામ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા માટે કવાયત હાથ ધરી છે પરંતુ સતત પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં લાવી શકાય નથી

મહત્વનું છે કે વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી આવેલી અનેક કેમિકલ કંપનીઓમાંથી નીકળતા વેસ્ટેજ બેરલો પ્લાસ્ટિકના થેલાઓ અને અન્ય કેમિકલ યુક્ત કચરાઓનો ડુંગળી ફળિયા ખાતે આવેલા ભંગારીયાઓ સાથે લઈ આવી તેમાંથી કેટલાક સ્થળે પાણી વડે ધોઇ તો કેટલાક સ્થળે વધેલા કચરાને સળગાવી દઈ નાશ કરતા હોય છે જોકે કેટલાક કેમિકલો એવા હોય છે જે મનુષ્યના તંદુરસ્તી માટે હાનિકારક હોય છે અને તેને સળગાવવું એ અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે પરંતુ તેમ છતાં પણ બિન્દાસ પણ એ ખુલ્લામાં આવો કચરો સળગાવવામાં આવે છે અને આ બાબતે જાણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ ઘોર નિંદ્રામાં હોય એવું જણાય છે તો ક્યારેક નાની મોટી આગની ઘટનાઓ બનતી હોય તો આવા ભંગારીયાઓને કડકમાં કડક કાર્યવાહી કરવાની હોય પરંતુ તેઓને માત્ર એકલદોકલ નોટિસ આપીને કામ ચલાવી લેવામાં આવે છે એટલે જ આવી પ્રવૃત્તિઓ હાલમાં ડુંગળી ફળિયામાં બિન્દાસ પણે ધમધમી રહી છે તો બીજી તરફ કેટલાક ગેરકાયદેસર ભંગારીયાઓ દ્વારા રાજકારણીઓ સાથેના મીઠા સંબંધોને કારણે તેમના ઉપર રાજકારણીઓના ચાર હાથ છે જેથી કોઈપણ અધિકારી નોટિસ આપવા કે કાર્યવાહી કરવા જાય તો રાજકારણીઓનો સીધો ફોન અધિકારી ઉપર પહોંચી જતો હોય છે અને આવી ઘટનાઓને પડદો પાડી દેવામાં આવે છે

આજે જે રીતે ડુંગરી ફળિયામાં આગની ઘટના બની છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે એક સમય ચોક્કસ એવો આવશે કે ડુંગળી ફળિયા વિસ્તારમાં એક મોટી હોનારત સર્જાશે અને અનેક લોકોના જીવ આ હોનારતમાં જશે અને ત્યાં સુધી તંત્ર રાહ જોશે એવું જણાઈ રહ્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!