મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં કેલેન્ડર ઉપનામ થી રોલ ભજવનારે દુનિયાને 66 વર્ષની વયે કહ્યું અલવિદા 

On: March 10, 2023 1:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઈન્ટુકલે પિન્ટુકલે જેવા કોમેડી ડાયલોગ સાથે પપ્પુ પેજર ની ભૂમિકા હોય કે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ માં કેલેન્ડર ની તમામ ભૂમિકામાં ખૂબ ઉમદા અદાકારી કરનાર સતીશ કૌશિક 66 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુનિયાની અલવિદા કહ્યું છે જેને લઈ બૉલીવુડ ને એક ડાયરેકટર એકટર કોમેડિયનની મોટી ખોટ પડી છે હાલ બોલીવુડના કલાકારો શોકમાં છે 

મૂળ ગુડગાવ હરિયાણામાં 13 એપ્રિલ 1956 માં મહેન્ડ્રગઢ ખાતે સતીશ કૈશિકનો જન્મ થયો હતો તેમણે પોતાનો અભ્યાસ કિરોરિમલ કોલેજ દિલ્હી થી પૂર્ણ કરી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાં માં આગળ અભ્યાસ કર્યો હતો જે બાદ તેમણે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું જેમાં મિસ્ટર ઇન્ડિયામાં કેલેન્ડર તરીકે રોલ મેળવ્યો જ્યારે કોમેડી ફિલ્મ દિવાના મસ્તાના માં પપ્પુ પેજર તરીકે તેઓ ખૂબ જાણીતા થયા રામ લખન અને સાજન ચલે સાસુરલ ફિલ્મ માટે એમને બેસ્ટ કોમેડિયન નો ફિલ્મફેર એવોર્ડ પણ 1990 માં અને 1997માં  પ્રાપ્ત થયો હતો

સતીશ કૌશિક માત્ર એકટર જ નહીં ડાયરેકર તરીકે પણ ઢગલાબંધ કોમેડી ફિલ્મો તેમજ સારી ફિલ્મો પણ એમણે દર્શકો ને આપી છે તેમની લોકચાહના અને ફ્રેન્ડ ફોલોવર પણ ખૂબ વધુ છે તેમણે તેમના મૃત્યુ પહેલા હોળી સેલિબ્રેશનના ફોટો પોતાના ઇન્સ્ટા આઈડી ઉપર અપલોડ કર્યા હતા 

તેમની પહેલી ડાયરેકટ કરેલી ફિલ્મ રૂપ કી રાણી ચોરો કા રાજા અનિલ કપૂર અને શ્રીદેવી સાથે બનાવી હતી જોકે બોક્ષ ઓફીસ ઉપર તેને જોઈએ એટલો પ્રતિસાદ ન મળ્યો પણ પ્રેમ ,હમ આપકે દિલમે રહેતે હે ,જેવી અનેક ફિલ્મો તેમણે આપી છે 

તારીખ 9 માર્ચના રોજ અચાનક તેઓને હૃદય રોગનો હુમલો આવતા તેંમનું મોત થયું હતું વાયુવેગે તેમના મોત અંગેની વાત ફેલાતા સમગ્ર બૉલીવુડ હિબકે ચડ્યું હતું અનેક દિગગજ કલાકારો તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!