Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ખેડા જિલ્લાના થેસરા તાલુકાના જેસાપુરા ગામની ઉદ્યોગ સાહસી મહિલાનો એક પ્રેરક પ્રયાસ.

On: December 29, 2022 3:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

બેંકિંગ સેવાઓથી વંચિત પોતાના જેસાપુરા ગામમાં નિલમબેન ચાવડા એ કુબેરજી ની મદદથી શરુ કર્યું બીસી પોઈન્ટ.

કુબેરજી ટેકનોલોજી અંતર્ગત શરુ કરાયેલ આ બીસી પોઈન્ટ ના ઉદઘાટન સમારોહ માં ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર પણ રહ્યા ઉપસ્થિત

જેસાપુરા ગામ માં શરુ કરાયેલું આ બીસી પોઈન્ટ બન્યું ગ્રામજનો માટે બેંકિંગ સેવાઓ મેળવવા માટેનું કેન્દ્ર

TLM શ્રી દિલીપભાઈ શ્રીમાળી, TDO  અવની ટબીયાર,  DLM મધુબેન પરમાર,  સરપંચ સહિત અન્ય મહાનુભાવોએ પણ આ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી.

થસરા તાલુકાના જેસાપુરા ગામની વતની શ્રીમતી નિલમબેન ચાવડા દ્વારા તારીખ ૨૨-૧૨ ને ગુરુવારના રોજ તેમના બીસી તરીકે ના બિઝનેસની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે TLM અને અન્ય હિતેચ્છુઓ ના અનુરોધ પર એક ‘ઉદઘાટન સમારોહ’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તાલુકા તથા જિલ્લા લાઈવલીહુડ મેનેજર શ્રી, તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચ સહિત અન્ય મહાનુભાવો પણ રહ્યા ઉદઘાટન સમારોહ માં હાજર

ખેડા જીલ્લાના થસરા તાલુકામાં આવેલ જેસાપુરા ગામની રહેવાસી શ્રીમતી નિલમબેન ચાવડા તારીખ ૧૩-૧૨-૨૦૨૨ ના રોજ સુરત સ્થિત ફિનટેક કંપની કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે એક બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) તરીકે જોડાઈ હતી. કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખેડા જિલ્લામાં નડિયાદ સીટી ખાતે ‘બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ’ અને ‘ડિજિટલ સર્વિસીસ’ વિષય અંતર્ગત એક સૅમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. નિલમબેન ચાવડાએ પણ અન્ય મહિલાઓ સહિત આ સૅમિનાર માં ભાગ લીધો હતો.

આ સેમિનારમાં થયેલી ચર્ચા થી પ્રભાવિત થઇ તેમણે કુબેરજી સાથે એક બીસી કાર્યકર્તા તરીકે જોડાવાની ઈચ્છા જાહેર કરી હતી. નિલમબેન અને તેમના પતિને ઘણા સમય થી કંઈક અલગ કરવાની કરવાનો ઉત્સાહ હતો, તેઓ IIBF પરીક્ષા પણ સફળતા પૂર્વક પાસ કરી ચૂક્યા છે. તેઓ સૅમિનાર ને અંતે કુબેરજી સાથે જોડાયા હતા. તેમણે પોતાના આ નવા પ્રયાસ અંગે તેમના અન્ય ગ્રામજનોને પણ જાણ કરી હતી. તેમના આ ઉત્સાહ અને ઉમંગથી પ્રભાવિત થઇ અને અન્ય મહિલાઓને પણ આમાંથી પ્રેરણા મળે અને ઠાસરા તાલુકાની બહેનો આત્મનિર્ભર બને તે ઉદ્દેશ્ય થી TLM શ્રી એ આ અવસર પર બીસી પોઇન્ટ માટે એક ઉદઘાટન સમારોહ યોજવા માટે અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત, ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારને આ બાબતની જાણ થતા તેમણે તેઓ પોતે આ સમારોહ માં હાજર રહેશે એવો પ્રસ્તાવ મૂક્યો હતો. તાલુકા પંચાયત કચેરી થસરા દ્વારા નિલમબેન ના આ પ્રયાસને બિરદાવતા તેમના સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી. નિલમબેન ના આ ઉદઘાટન સમારોહ માં શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, TLM શ્રી દિલીપભાઈ શ્રીમાળી, TDO અને આસપાસના ગામના સરપંચો એ હાજરી આપી હતી. તેમજ, શ્રીમતી નિલમબેન ચાવડાને અભિનંદન આપવા માટે કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ ના CEO શ્રી પુનિતભાઈ ગજેરાએ પણ સમારોહમાં ખાસ હાજરી આપી હતી.

આ સમગ્ર સમારોહ અંગે પોતાના અનુભવ વિશે વાત કરતા શ્રીમતી નિલમબેને જણાવ્યું હતું કે, તેઓ એ કદી વિચાર્યું ના હતું કે, તેમનું કુબેરજી બીસી પોઈન્ટ એક ચર્ચાનો વિષય બની રહેશે તથા તેમના વિસ્તાર માં આટલો પ્રખ્યાત થઇ જશે, અને આ માટે તેઓ કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ ના આભારી છે. સાથે સાથે તેઓ એ સમારોહ માં ઉપસ્થિત MLA શ્રી, TLM શ્રી અને કુબેરજી ના CEO સહિત અન્ય મહેમાનો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

કુબેરજી કંપનીના સીઈઓ પુનિતભાઈ ગજેરા એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાન ની વાત કરતા જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે મહિલાઓ આર્થિક રીતે આત્મ નિર્ભર બને તો એક સશક્ત સમાજનું નિર્માણ થાય છે અને આજ રીતે આખા રાષ્ટ્રનું નિર્માણ નિર્માણ થાય છે. કુબેરજી અત્યાર સુધીમાં 2000 મહિલાઓને બીસી પોઇન્ટ આપી આત્મ નિર્ભર બનાવી છે પણ આ પહેલી વખત એવું બન્યું છે કે આ રીતે કોઈ બીજી પોઇન્ટનો ઉદ્ઘાટન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે.

ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર ના મત અનુસાર નિલમબહેન નો અભિગમ ખુબજ ઉમદા અને સરાહનીય છે. નિલમબેન ન માત્ર ખેડા પરંતુ અન્ય જિલ્લાની મહિલાઓ માટે પણ પ્રેરણા સ્વરૂપ છે. વધુ માં તેમણે, કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડની મહિલા સશક્તિકરણ માં આપેલા આ યોગદાનની પણ સરાહના કરી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!