કોન્ટ્રાકટર ની બેદરકારીને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોની હાલત કફોડી

વાપી તાલુકાના અંબાચ ગામે પરિયા અંબાચ રોડ ને હાલ કોન્ક્રીટ રોડ બનાવવા ની કામગીરી અધૂરી છોડી કોન્ટ્રાકટર મહાશય ગાયબ છે માત્ર 800 મીટર અંદાજિત એક તરફ નો કોન્ક્રીટ રોડ બનાવી દઈ કોન્ટ્રકટર અદ્રશ્ય થઈ જતા રોજ સવાર સાંજ ત્રાફિક જામની ગંભીર સમસ્યા ઉદભવી રહી છે
ગઈ કાલે વાપી થી પંજાબ તરફ જતી એક ટ્રક જે બગવાડા ટોલ ટેક્સ બચાવવા ના ચક્કર માં આ માર્ગ થી પસાર થતી હતી તે સિંગલ લેન રોડ ઉપર આવતા સેમ સામે વાહનો ને પગલે એક તરફ નમી જતા કોન્ક્રીટ રોડની ચાલુ લેનના વચ્ચો વચ્ચ અટકી પડી જેને પગલે ભારે વાહનો નીકળી ન શકતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો અગાઉ જ્યારે રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી ત્યારે કોન્ક્રીટ રોડ જ્યાં બન્યો એના બન્ને છેડે ટ્રાફિક ન થાય તે માટે બે વ્યક્તિ મુકવામાં આવ્યા હતા હાલ સ્થિતિ એવી છે કે માત્ર એક તરફ નો 800 મીટર રોડ બનાવી કોન્ટ્રાકટર મહાશય અદ્રશ્ય થઈ જતા ટ્રાફિક શિરદર્દ સમાન બની ચુક્યો છે એમાં પણ જી આઈ ડી સી માંથી ટોલ ટેક્સ બચાવવા માટે અનેક ટ્રાન્સપોર્ટર ના વાહનો અહીં થી બિન્દાસ પણે પસાર થાય છે પણ આર ટી ઓ વિભાગ ઘોર નિંદ્રા માં છે મોટાભાગના વાહનો ઓવર લોડ હોવાને લઇ ગ્રામીણ વિભાગના રોડ પસંદ કરી પસાર થાય છે ત્યારે વિકાસના નામે લોકોને થઈ રહેલી પરેશાની દૂર કરવામાં આવે એવી માંગ સ્થાનિકોમાં.ઉઠી છે





