Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરનાં પીપરોળ ખાતે ભગત સંમેલન યોજાયું : સનાતન ધર્મનો વારસો જાળવવા આહ્વાન કરાયું.

On: December 26, 2022 2:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ભગત સંમેલન

ધર્મ જાગરણ સમન્વય વલસાડ જિલ્લા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બરનાં દિવસે વલસાડમાં ધર્મ જાગરણ મંચ દ્વારા પીપરોળ ટોગા ડુંગર ઉપર આવેલ વરસાદી દેવ અભિનાથ મહાદેવનાં મંદિરે ‘ભગત સંમેલન’નું આયોજન કરાયું.

આદિવાસી સમાજમાં અભિનાથ મહાદેવ એટલે કે વરસાદી દેવનું ખૂબ જ મહત્વ છે.સતત 11 વર્ષથી 25 ડિસેમ્બરનાં રોજ ભગત સંમેલનનું આયોજન કરવામાં આવે છે. જેને અનુલક્ષી આ વર્ષે પણ ભગત સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભગત/ભગતાણીઓ એ હાજરી આપી હતી,કાર્યક્રમની શરૂઆત અભિનાથ દેવનાં પૂજન કર્યા બાદ ધજા ચઢાવાઇ હતી,ત્યાર બાદ ધર્મ જાગરણ મંચનાં અધિકારીઓ,શ્રી રામજીબાબા(બિલીધામ-કોઠાઈદરી) એ માર્ગદર્શન આપ્યું હતું તેમજ ધરમપુર-કપરાડા વિસ્તારનાં ભગત/ભગતાણી ઓ એ સંવાદ કર્યો હતો જેમાં અલગાવવાદ,ધર્માંતરણ અને આદિવાસી સમાજ જે દેવ-દેવીઓ ને અનાદિકાળ થી પૂજતો આવ્યો છે એને સમાજનાં અમુક લોકો થોડા લોભ લાલચનાં કારણે છોડી રહ્યા છે જે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી,આપણે સંગઠિત રહીશુ,જાગૃત રહીશુ તો દેશ,ધર્મ વિરોધી પ્રવૃતિઓ અટકશે માટે સમયાંતરે ભેગા મળવુ જોઈએ એવી હાકલ કરાઇ હતી.

દક્ષિણ ગુજરાતનાં પ્રવાશન સ્થળ વિલ્સન હિલથી ફક્ત 7 KM પહેલાં જ આવેલાં આ પૌરાણિક અભિનાથ મહાદેવ(વરસાદી દેવ) નું  મંદિર આવેલ છે આદિવાસી સમાજનાં લોકો રાજા રજવાડાનાં સમયથી વરસાદી દેવની પૂજા કરતા આવ્યા છે,આ સ્થાન ખૂબ જ પવિત્ર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે હાલે મંદિર સુધી પહોંચવાનો રસ્તો પણ ખખડધજ સ્થિતિમાં છે જે સુધરે અને પ્રશાસન પ્રયત્નો કરે તો આ વિસ્તાર પણ પ્રવાશન ધામ તરીકે વિકસે એમ છે. 

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સામાજિક કાર્યકર શ્રી ચેતનભાઈ પ્રજાપતિ(વાપી) તેમજ રામજીબાબા(બિલીધામ-કોઠાઈદરી) અને વલસાડજિલ્લા સંયોજક શ્રી પરીમલભાઈ ગરાસિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ધર્મ જાગરણનાં પ્રશાસનિક સંપર્ક પ્રમુખ શ્રી સંજય સરદેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!