ચૂંટણી ટાણે જ કેમ વાયરલ થાય છે ઓડિયો અને ઉમેદવારોના વિડીયો

On: November 25, 2022 5:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

5 વર્ષ માં માત્ર વિકાસના બણગાં માઇક ઉપર ફૂંકી ફૂંકીને લોકોને મોટી મોટી જાહેરાતો કરી નારિયળ ફોડી જનારા નેતા ઓ હવે ચૂંટણી આવતા મતદારોના હાથ પગ જોડતા નજરે પડી રહ્યા છે એક એક મતની કિંમત હવે નેતાઓ ને ખબર પડી ચુકી છે વળી આજની યુવા પેઢી પણ કામ ન કરનારા અનેક ઠગ ભગતો ને ઓળખી ચુકી છે ત્યારે હવે કામ ન કરનારા અને માત્ર 5 વર્ષ બાદ મત માટે ઝોળી લઈ મત મંગવા નિકળનારા ઝોલા છાપ ને લોકોના રોષ અને પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે 

હાલ માં યુથ પાસે એટલી હદે પવાર ફૂલ કહી શકાય એવું હથિયાર ત્રીજી આંખ એવો મોબાઈલ કેમેરા હાથ લાગ્યું છે જેથી જેતે વિસ્તારમાં માઇકો ઉપર બેફામ વાણી વિલાસ કરનારા અનેક નેતાઓ ની ઝીભ લપસી જતા કેમેરામાં કેદ થઈ જતા આવા વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે જોકે આ બાબત નેતા  ગંભીર નથી પરંતુ યુથમાં ફરી રહેલ ઓડિયો અને વીડિયો તેમની માનસિકતા છતી કરે છે તેમના પ્રત્યે લોકોમાં ઘૃણા પણ વધતી હોય ત્યારે ચુંટણી ટાણે માઇક ઉપર બફાટ કરતા અને બેફામ લવારા કરતા આવા નેતાઓ ને સભાન થવાની જરૂર છે નહીં તો ગમે એટલા વર્ષ ના મૂળિયા ઊંડા હોય કે અનુભવ લોકો તેમને ગામ માં તો શું ફળિયામાં પણ ભટકવા નહિ દે..

જોકે વાયરલ થયેલ વિડીયો બાબતે પણ પોલીસ દ્વારા સાયબર સેલ દ્વારા તપાસ કરાવવી જોઈએ કે હકીકતમાં વિડીયો કે ઓડિયો પાછળ કેટલી સત્યતા છે ..બાકી વર્ષો જુના વિડીયો પણ ચૂંટણીમાં ફરી ટ્રોલ થઈ રહ્યા છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!