સેલવાસના આભૂષણ જવેલર્સમાં આવેલ 3 લૂંટારુઓએ બંદૂકની અણી ચલાવી લૂંટ

On: November 23, 2022 5:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
સેલવાસ ધોળે દિવસે બની સોનાચાંદીની દુકાનમાં લૂંટની ઘટના

સેલવાસના આમલી ફુવારાથી બાલાજી મંદિર જતા માર્ગ પર બસેરા બિલ્ડિંગની સામે આવેલી આભૂષણ જવેલર્સ માં બુધવારે બપોરે 3 વાગે 3 બુકાનીધારી દુકાનમાં પ્રવેશ કરી ગન પોઇન્ટ ઉપર દુકાન માં સોના અને ચાંદીના દાગીનાઓ ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેની જાણકારી જવેલર્સ દ્વારા સેલવાસ પોલીસને કરતા ગણતરીના સમયે પોલીસ  કાફલો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જવેલર્સ માં કેટલાની લૂંટ થઈ એ અત્યારે જાણી શકાયું નથી
દુકાન પર હાજર જવેલર્સ મહાવીર ચૌહાણના જણાવ્યા પ્રમાણે દુકાન માં પડેલી 12 થી 15 જેટલી સોના ની વીંટી અને 2 મંગળસૂત્ર સાથે ગલ્લા માં પડેલા 16 હજાર જેટલા રોકડ લઈ ફરાર થઈ ગયા હતા કુલ ત્રણ બુકાનીધારી માં થી બે લોકો જેમની અંદાજિત ઉંમર 20 કે 21 વર્ષ હતી દુકાનમાં પ્રવેશી એમને બંદૂક બતાવી મોબાઈલ લઈ લીધો હતો અને 3 પૈકી એકે અંદર પ્રવેશી તમામ ઘરેણાં એકત્ર કરી લુંટ ચલાવી હતી અને ત્યાં થી બાહર નીકળી આમલી ફવારા તરફ બાઇક ઉપર બેસી ફરાર થઇ ગયા હતા

પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસ સહિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!