ધારાસભ્યની દોડમાં ઉભા રહેનારાઓ ધ્યાન રાખજો નહિ તો પ્રજા વચ્ચે જઈને જવાબ આપવાના પડશે ભારી

આગામી દિવસમાં ધારાસભ્યની ચૂંટણી જાહેર થાવની તૈયારી છે ત્યારે તમામ પક્ષો બહુમત મેળવવા એમકેન વાયદા વચનો ની લ્હાણી કરી રહ્યા છે પરંતુ એક માધ્યમ વર્ગીય પરિવારને શુ રાહત આપી શકે એ અંગે કોઈએ વિચાર્યું તો નથી જ અને અમલ માં પણ નથી મૂક્યું એટલે આ વખતે મધ્યક વર્ગનો મતદાર માઇક ઉપર મોટે મોટે થી વાયદા કરનારા ને ઘરે બેસાડી દેશે એવી દહેશત ભાવિ ઉમેદવારો માં વર્તાઈ રહી છે
મુદ્દો 1…
જાહેર જનતાને પ્રાથમિક જરૂરિયાત એવા પાણી અને રસ્તા જ દર ચોમાસે દરેક જગ્યા ઉપર બિસ્માર બને છે રોડ સારા ન હોય તો લોકો પરિવહન કઈ રીતે કરી શકે અનેક મંત્રી તંત્રી સંત્રી દરેક રોડ નો ઉપયોગ કરે છે પણ તેમના નયન પટેલ ઉપર રોડના ખાડા અંકિત થતા નથી એ નવાઈની વાત છે વળી કોઈ પણ કોન્ટ્રાકટર રોડ બનાવે માત્ર 1 વર્ષ માં રોડ બગડી જતો હોય છે અને એક વાર રોડ બન્યા નું પૅમેન્ટ મળી ગયા બાદ કોન્ટ્રકટર આવા રોડની તરફ ફરી ને સુધ્ધાં જોતા નથી ત્યારે રોડ થી ત્રાસેલી પ્રજા નક્કી આવા લોકોને ઘરભેગા કરી દેશે
મુદ્દા નંબર 2
માધ્યમ વર્ગીય પરિવારની મિનિમમ વેતન 12 થી 15000 છે વેતન ની રકમ ક્યારે સરકારે વધારી નથી જ્યારે મોંઘવારી તો રોકેટ ગતિ એ વધી રહી છે શાકભાજી,તેલ,રાંધણ ગેસ,પેટ્રોલ ડીઝલ સામાન્ય વર્ગનો માણસ 15 હજાર કમાતો હોય તો બિચારો 5 હજાર તો પેટ્રોલ માં ખર્ચી નાખે બાકીના ખર્ચ પછી મૂડી અને સેવિંગ તો ખિસ્સા માં રહેતા નથી એટલે બિચારો ગરીબ ઓર ગરીબ બનતો જઈ રહ્યો છે ત્યારે સત્તા પક્ષના લોકો પણ પગારની રકમ અને મિનિમમ વેજીસ માં વધારો કરે તે જરૂરી છે
મુદ્દો 3
યોજનાના નામે 2000 હજાર કે 1000 રોકડા ખાતા માં આપવામાં આવે છે આજના મોંઘવારીના જમાના માં 1000 2000 માં આવે શુ, અને કેટલા દિવસ ચાલશે યોજનાના પૈસા એક સામાન્ય વડા પાઉ જેવી ચીજ પણ હવે 15 થી 20 રૂપિયા સિવાય મળી નથી રહી ત્યારે આવી યોજનાના નામે લોકો સાથે કરવામાં આવી રહેલ માઈન્ડ ગેમ લોકો સમજી રહ્યા છે ત્યારે આ મુદ્દે પણ લોકો જાગૃત થઈ રહ્યા છે
મુદ્દા 4
ગ્રામીણ કક્ષાએ ગત ચૂંટણીમાં વાયદા વેપાર કરી ને ગયા બાદ હાજરી સુધ્ધાં આપવા માટે ન આવતા રાજકીય નેતાઓ હવે ચૂંટણી જાહેર થતા ફરી થી દેખા દેશે આવા તમામ મુદ્દાઓ ને લોકો ધ્યાન ઉપર લઈ ને બેઠા છે ત્યારે આગામી ચૂંટણીમાં ઉભા રહેનારા ઉમેદવારો માટે ચૂંટણીમાં પ્રચાર માટે જવું પણ ખૂબ કઠિન કાર્ય છે





