સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

0
209
નેટવર્ક ટેકલેબ ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા પાવર ફેક્ટર અને વીજળીના બચત ઉપર પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ઉપસ્થિત ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી 

વાપીઃ ગત તા.૦૭-૦૯-૨૦૨૨ના રોજ વાપી સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં નેટવર્ક ટેકલેબ ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા પાવર ફેક્ટર અને વીજળીના બચત ઉપર પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ઉપસ્થિત ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી . આ સેમિનારમાં નેટવર્ક ટેકલેબ ઈન્ડિયા પ્રા.લિ.ના ગિરીશભાઈ દલવી , વિકાસભાઈ શૈલી , રાજેન્દ્રભાઈ ગવાડ , ચંદ્રર્કિશોર શર્મા , નિરજભાઈ શાહ , દેવેનભાઈ ગડા ઉપસ્થિત રહી ઉદ્યોગકારો સાથે ઊર્જા બચત ઉપર ખૂબ જ સુંદર વિસ્તૃત જાણકારી આપી હતી . આ પ્રસંગે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીના પ્રમુખ પાર્થિવ મહેતાએ સર્વેનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને આગામી રવિવાર , તા . ૧૧ મી સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં હાજર રહી બ્લડ ડોનેટ કરવા માટે સર્વેને ઉપસ્થિત રહેવા માટે આમંત્રા આપ્યું હતું . સેક્રેટરી કમલેશ લાડે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીની વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી . આ પ્રસંગે ઈએવીના આઈપી જયેશ ધટાલિયા , ખજાનચી કલ્પેશ બથીયા , પૂર્વ પ્રમુખો , ટ્રસ્ટીશ્રીઓ , સભ્યો અને આમંત્રિત ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહખજાનચી સંતોષ કુમારે કર્યું હતું અને આભારવિધી ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયાએ કરી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here