ચારધામની યાત્રાપર ગયેલ વાપી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારીનું હૃદય રોગના હુમલાથી ગંગોત્રી નજીક નિધન

On: September 13, 2022 7:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વાપી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારી જેઓ ટુર લઈ ચારધામ ગયા હતા જ્યાં ગંગોત્રીથી 20 કિમિ પેહલા  રોકાણ કર્યું હતું જ્યાં હૃદય રોગ નો હુમલો થતા તેમનું નિધન થયું છે જેને લઈ પરિજનો અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રવર્તી છે .

વાપીમાં જી આઈ ડી સી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારી નિલેશ ઓઝા જેઓ નીલકંઠ ટ્રાવેલ્સ ચલાવતા હોય અનેક ધાર્મિક સ્થળે યાત્રા કરાવતા આવ્યા હોય ગત તારીખ 6 સપ્ટેમ્બરે ચાર ધામની યાત્રા કરવા માટે 35 યાત્રીઓ સાથે ગંગોત્રી યમનોત્રી કેદારનાથ નીકળ્યા હતા જ્યાં ગંગોત્રી થી 20 કિલોમીટર પહેલા રોકાણ કર્યું હતું જ્યાં નિલેશભાઈ ઓઝાને અચાનક છાતીના ભાગે દુખાવો થતા હોસ્પિટલ લઇ જવામાં આવે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું ઘટના અંગે જાણકારી મળતા તેમના પરિજનો હવાઈ માર્ગે ગંગોત્રી જવા માટે રવાના થઈ ગયા હતા અને તેમની અંતિમ વિધિ પણ ત્યાં જ કરવામાં આવશે ની જાણકારી મળી રહી છે 

મહત્વનું છે કે નિલેશ ભાઈ ઓઝા પરિવાર અગાઉ અંબે માતા મંદિર ખાતે પૂજારી તરીકે સેવા આપતા હતા જે બાદ તેમણે ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય શરુ કર્યો હતો 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!