૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કપરાડા તાલુકાની બાલચોડી પ્રા.શાળામાં ઉજવણી કરાઈ

On: August 16, 2022 4:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
સૈનિક નું કરાયું સન્માન

૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કપરાડા તાલુકાની બાલચોડી પ્રા.શાળામાં ખુબજ ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.જેમાં ગામના જ યુવાન બોર્ડર પર ફરજ બજાવતા સૈનિક શ્રી હિરેનભાઈ બી પટેલ જેઓ પશ્ચિમ બંગાળ – નેપાળ ચીન બોર્ડર પર હાલ ફરજ બજાવે છે.હિરેનભાઈ તથા તેમની ધર્માપત્નીનું સન્માન આજના સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે ગામના સરપંચ શ્રી,તાલુકા પંચાયત સદસ્ય શ્રી,ગામના આગેવાનો,શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા શાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું.દેશની રક્ષા કાજે દેશમાં આપણા ગામનું નામ રોશન કરવા બદલ સમગ્ર ગામ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.હિરેનભાઈ એ તેમની ૧૨ વર્ષની દેશની સેવા દરમિયાન કેવા અનુભવો રહ્યા તે તમામ બાળકો તથા ગ્રામજનો આગળ રજૂ કર્યા હતા.

સ્વાતંત્ર્યપર્વનાં અવસરે શાળાના બાળકો વિવિધ વિશભૂષા જેવાકે ભારતમાતા,ગાંધીજી,પોલીસ,આર્મી મેન,વગેરે પોશાક માં આવ્યા હતા.શાળા દ્વારા ગામમાં તિરંગા રેલી નું આયોજન કર્યું હતું જેમાં એસ.એમ.સી સભ્યો,ગામના વાળીમિત્રો,આગેવાનો જોડાયા હતા.અંતમાં શાળાના આચાર્ય શ્રી મનહરભાઈ એ પધારેલ તમામનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!