Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડા ઓઝરડા ગામમાં જળ બિલાડી સાથે ઝડપાયેલા 5 આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારતી કપરાડા કોર્ટ

On: April 20, 2022 4:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આમધા ગામના એક મકાનમાં તાંત્રિક વિધિના નામે જળ બિલાડીનો વેપલો થતો હોવાની વન વિભાગની ટીમને બાતમી મળતા છપ્પો મારી પાંચ જેટલા આરોપીઓને વન વિભાગની ટીમે ઝડપી પાડયા હતા તે કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ કપરાડાની ફસ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટના સરકારી વકીલ અશોકભાઈ પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી તેમજ આ કેસના તપાસ અધિકારી અભિજીતસિંહ રાઠોડની અસરકારક તપાસને ગ્રાહ્ય રાખી કપરાડાની ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ કોર્ટના જજ D V સાવલિયાએ કેસમાં ઝડપાયેલા 5 જેટલા આરોપીઓને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી કપરાડા વન વિભાગની ટીમને 1 જૂન 2020ના રોજ મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આમધા ગામ ખાતે આવેલા એક મકાનમાં ગેરકાયદેસર રીતે જળ બિલાડી પૂરી રાખી હોવાની બાતમી મળી હતી સાથે આજ રોજ બરોડા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી તાંત્રિક વિધિના નામે લોકોને ઠગતા તંત્રીકો જળ બિલાડી જોવા અને ખરીદવા આવવાના હોવાને ચોક્કસ બાતમી વન વિભાગના બાતમીદારો પાસેથી વન વિભાગની ટીમને બાતમી મળી હતી જેના આધારે વન વિભાગની ટીમે બાતમી વાળા મકાનમા રેડ કરી ચેક કરતા ઘરના એક પિંજરામાં જળ બિલાડી પુરેલી હાલતમાં મળી આવી હતી. જળ બિલાડી સાથે બાબુભાઈ ઓઝરીયા, જ્યોતીન્દ્ર શશીકાંત પંડ્યા, ચિરાયુ આનંદભાઇ પટેલ, અશોકભાઈ બારીયા તેમજ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા મળી પાંચ ઇસમોને જળ બિલાડી સાથે વન વિભાગની ટીમે ઝડપી પાડયા હતા આ કેસની ચાર્જશીટ કપરાડાની ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં વન વિભાગની ટીમે રજૂ કરી હતી. જે બાદ કપરાડાની ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ કોર્ટના સરકારી વકીલ અશોક પટેલ અને આ કેસના તપાસ અધિકારી અભિજીતસિંહ રાઠોડ અને અસર કારક તપાસને ગ્રાહ્ય રાખી કપરાડા ફસ્ટ કલાસ મેજિસ્ટ્રેટની કોર્ટના જજ D.V સાવલીયાએ આ કેસના 5 આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફટકાર્યો હતો કપરાડા કોર્ટે માઈલ સ્ટ્રોન હુકમ કરતા તંત્રીક વિધિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!