વલસાડ ના સરદાર બ્રધર્સ દ્વારા મેકિંગ ઇન્ડિયા અંતર્ગત ગ્રીન શેડ (નેટ બનાવવા નું મશીન ) મશીનનું નિર્માણ કરવામાં આવ્યું

On: April 26, 2022 8:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત ના વલસાડ  ધમડાયી ગામમાં આવેલું સત્યા ગ્રૂપ જે ગ્રીન ડમશીનનું નિર્માણ કરે છે , સત્યાગ્રૂપના એમ.ડી સરદાર રણજીત સિંગ અને દિલબાગ સિંગ જેમણે વર્ષોની મહેનત બાદ આવા જ મશીનો પર કામ કરીને પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી , તેમની નિપુણતા મેળવ્યા પછી વર્ષ 2012 માં , સત્યા ગ્રૂપ આ મશીનો જાતે બનાવવાનું વિચાર્યું અને મશીનો બનાવવાનો ધંધો શરૂ કર્યો , તેમનું પહેલું મશીન આઠ મહિના પછી તૈયાર થયું તે પછી ધીમે – ધીમે તેની પ્રોડક્ટમાં સુધારો કરતાં તેમણે વિચાર્યું કે કેમ નહીં.આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ની દેશમાં મેક ઈન ઈન્ડિયાની હાકલ હેઠળ કોઈપણ નવી શોધ કરવી જોઈએ 

.. તે સમયે તાઈવાન અને જર્મનીમાંથી એગ્રો શેડ નેટના ઓઇલ કેમ ટેક્નોલોજીવાળા મશીનો ભારતમાં આયાત કરવામાં આવતી હતી જેની કિંમત 2.5 થી 3 કરોડ હતી તેથી આ મશીનો નો અભ્યાસ કરી સમજીને આ મશીનો થી વધુ સારી ટેક્નોલોજીની ઓઇલ કેમ મશીન બનાવવાનું શરૂ કર્યું . જે વલસાડ ગુજરાત ખાતે ની ફેક્ટરી ઉપર 45 દિવસમાં બની ને પૂર્ણ થઇ હતી , જેની કિંમત જર્મનીના મશીનની કિંમતના માત્ર 15 % જેટલી જ છે . આ મશીનને એક વર્ષ સુધી ચલાવ્યા પછી , તેના તમામ સારા રિપોર્ટ મળ્યા પછી આ મશીન નો વેચાણ સમગ્ર દેશમાં કર્યું . અત્યાર સુધી માં આ નવી ટેકનોલોજી ની 20 મશીનો વેચ્યા પછી , આ મશીનની બીજા દેશોમાં પણ નિકાસ કરવાનો પ્રયાસ શરૂ કર્યો અને સપ્ટેમ્બર 2021 માં , આ સોનેરી દિવસ આવ્યો જ્યારે સમગ્ર દેશમાંથી આ પ્રકારના પ્રથમ મશીનની નિકાસ પોલેન્ડ કરવામાં આવી , ત્યારબાદ થોડા મહિના પછી જ કુવૈતમાં બે મશીનની નિકાસ કરવાનો ઓર્ડર મળ્યો , આજે આપણને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર ગર્વ છે , જેમણે મેક ઇન ઇન્ડિયાનું આહ્વાન કરીને આપણા જેવા અનેક ભાઈઓના સપનાને નવી ઉડાન અને નવી હિમત આપી . આપણા વડાપ્રધાન મોદીના મેક ઈન ઈન્ડિયાના આહ્વાન હેઠળ દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યું છે . સત્યા ગ્રુપના એમ . ડી સરદાર રણજીત સિંગ કોમ્પ્યુટર ટેકનોલોજી માં માહેર છે જેથી તેઓ મશીનોની ડીજાઈનિંગ , અને તેના થી તૈયાર થતાં પ્રોડકટ ની ડીઝાઇન વિગેરે અને વેચાણ ને જુએ છે અને સરદાર દિલબાગ સિંહ મશીનોના ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણનું ધ્યાન રાખે છે . , તેમણે ફુટની જાળીદાર બેગ અને બટાકા ડુંગળી ભરવા માટે મોટી ગુની બેગ ની મશીન પણ બનાવ્યું છે . આવી રીત ની કુલ 5-7 મશીનો જ ભારત માં જર્મની / તાઇવાન થી આયાત કરવામાં આવી છે . તેઓએ ભારતમાં આ પ્રકારનું મશીન પણ માત્ર 20 % ના ખર્ચે બનાવ્યું છે , જેની ટેક્નોલોજી પણ તે મશીનોથી સંપૂર્ણપણે અલગ છે , ઉત્પાદન પણ વધુ છે , અમારા સંવાદદાતાએ સરદાર રણજીત સિંહ અને દિલબાગ સિંહ સાથે વાર્તા કરતા જાણવા મળ્યું કે દેશમાં હજુ પણ વિદેશી મશીનોનો ધણો મોહ છે , લોકો ફર્જી એજન્ટો ના માધ્યમ થી ચીનની હલકી ગુણવત્તાની મશીનો ખરીદે છે , પછી થોડા મહિના પછી જ્યારે મશીન ખોટકવા લાગે ત્યારે રડ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી , આ સાથે આપણા દેશમાં જૂના મશીનો ને નવા રંગ રૂપમાં પેઈન્ટીંગ અને રિફિનીશ કરીને વેચવાનો ધંધો પણ ધમધમી રહ્યો છે જેમાં આપણા દેશના ઉદ્યોગપતિઓ પણ તેવી મશીનોમાં ઓછા ભાવ જોઈને ફસાઈ જઈ પોતાનું નુકસાન કરે છે ,  કેટલાક લે ભાગ લોકો  મશીનોની ટેક્નોલોજી ની નકલ કરીને તેમની મશીનો વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે . આ સાથે ઈન્ડિયા માર્ટ ની વેબ સાઈટ ઉપર તેમના વ્યવસાય માટે તેમના પેજ ઉપર અમારી મશીનો ની ફોટો મૂકી ધોખધડી કરી રહ્યા હતા જેમના માટે અમે આ બાબતની ઈન્ડિયા માર્ટને ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે અને તેવા વિક્રેતાઓની પોસ્ટ પરથી અમારા મશીનોના ફોટા હટાવી દીધા છે , તે એક દુઃખદ ઘટના છે , અમે નરેન્દ્રભાઈ મોદીજીના મેક ઇન ઇન્ડિયા હાલ માટે આભારી છીએ અને ભવિષ્યમાં પણ આપણે ભારત દેશ નો નામ વિશ્વના પટલ પર ચમકે એવા પ્રયાસ કરતા રહીશું તેવુ જણાવવામાં આવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!