કપરાડા તાલુકા યુવા મોરચા ના પ્રમુખ બનવા બદલ વિપુલભાઈ ભોયા ને ખબરદાર વેબ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન

0
278

ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક તાલુકાના મંડળો ની રચના કરવામાં આવી છે જેમાં દરેક મોરચા ના પ્રમુખ મહામંત્રી ની નિમણુંક કરવામાં આવી છે ત્યારે કપરાડા તાલુકાના યુવા મોરચા ના પ્રમુખ તરીકે વિપુલ ભાઈ ભોંયા ની વરણી થતા તેમના પરિજનો અને સમર્થકો માં આનંદ ની લાગણી છે વિપુલ ભાઈ એ જણાવ્યું કે પાર્ટી દ્વારા તેમના ઉપર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તેને તેઓ ખૂબ બખૂબી નિભાવિ ને આગામી દિવસ માં કપરાડા તાલુકામાં યુવા સંઘઠન મજબૂત કરવા સતત પ્રયત્ન શીલ રહેશે તેમણે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારા તેમજ યુવા મોરચા પ્રમુખ સ્નેહીલ દેસાઈ,મહામંત્રી મયંક પટેલ તેમજ પ્રભાકર યાદવ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેમને શુભેચ્છાઓ આપવા માટે અનેક લોકોના ફોન ગુંજતા થયા છે 
વિપુલ ભાઈ ભોયા કપરાડા તાલુકાના યુવા વર્ગ માં લોકપ્રિય છે અને આગામી દિવસ માં તેઓ ભાજપ ને વધુ મજબૂત કરવા તન મન ધન થી કામગીરી કરશે ત્યારે ખબરદાર ન્યુઝ તરફ થી પણ વિપુલ ભાઈ ભોયા ને કપરાડા તાલુકાના યુવા મોરચા ના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ..પાઠવે છે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here